Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

મોરબીની સિવિલ હોસ્પીટલમાં ડોકટરોની ખાલી જગ્યા ક્યારે ભરાશે ? ફરી વખત રજૂઆત

સામાજિક કાર્યકરોએ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ સીએમને પત્ર લખી ડોકટરના પ્રશ્ને રજૂઆત કરી

મોરબીની સીવીલ હોસ્પીટલમાં ડોક્ટરોની ખાલી જગ્યા ભરવા મામલે અગાઉ સ્થાનિક કક્ષાએ અનેક રજૂઆત કરવા છતાં પ્રશ્ન ના ઉકેલાતા સામાજિક કાર્યકરોએ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા, જનક રાજા અને અશોક ખરસરીયાએ રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લો બન્યાને સાત વર્ષ કરતા વધુ સમય વીત્યા છતાં સુવિધાઓ મામલે મોરબી જીલ્લો પછાત જોવા મળે છે કરોડોનો ટેક્સ ભરતી પ્રજાને આરોગ્યની પુરતી સુવિધાઓ મળતી નથી અકસ્માતના બનાવમાં જીલ્લા કક્ષાની સિવિલ હોસ્પીટલમાં ઓર્થોપેડિક ડોક્ટર નથી જેથી ખાનગી હોસ્પીટલમાં જવું પડે છે ચામડીના રોગ માટે હોસ્પીટલમાં ડોક્ટર નથી જેથી દર્દીને ખાનગી હોસ્પીટલમાં મોંઘી સારવાર લેવાની ફરજ પડે છે જીલ્લા કક્ષાની હોસ્પીટલમાં રેડીયોલોજીસ્ટ ડોક્ટર જ ન હોવાથી કરોડોના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે ગર્ભવતી માતાઓને ખાનગીમાં સોનોગ્રાફી માટે જવું પડે છે સિવિલ હોસ્પીટલમાં આરોગ્યની પુરતી સુવિધાઓ મળતી નથી અને ડોક્ટરની ઘટ હોવાથી તાત્કાલિક યોગ્ય પગલા ભરવા અને હોસ્પીટલમાં ડોકટરોની ખાલી જગ્યાઓ ભરીને આરોગ્યની ઉત્તમ સુવિધાઓ આપવા માંગ કરવામાં આવી છે

(9:50 pm IST)