Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

જૂનાગઢ શહેરમાં વધુ 3 નવા કોરોના પોઝીટીવ કેસ : એક જ દિવસમાં જિલ્લામાં 11 કેસ નોંધાયા : તંત્રમાં દોડધામ : લોકોમાં ફફડાટ

કાળાપાનાની સીડી ,સુંદરવન સોસાયટી જોષીપરા અને શક્તિનગર-1 શાંતેશ્વર રોડ જોષીપરામાં નવા કેસ

જૂનાગઢ : જૂનાગઢમાં આજે મોડીસાંજે વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 38 વર્ષીય પુરૂષ( રહે, કાળા પાનાની સીડી  ) 50 વર્ષના પુરૂષ   ( રહે,બ્લોક નં. B 16 સુંદરવન સોસાયટી જોશિપરા ) અને 27 વર્ષના પુરૂષ  ( રહે,બ્લોક નં. 16 શક્તિનગર 1 શાંતેશ્વર રોડ જોશિપરા) નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે આ ઉપરાંત

એક ૨૪ વર્ષ સ્ત્રી માણાવદર અને એક ૩૫ વર્ષ પુરુષ મેન્દપરા, ભેંસાણ પોઝિટિવ આવેલ છે આ સાથે  આજના જૂનાગઢ જિલ્લાના ૧૧ પોઝિટિવ આવેલ છે.

(9:41 pm IST)
  • પાટણ જીલ્લામાં એક મહિલા સહિત ૬ને કોરોના : પાટણ જીલ્લામાં આજે કોરોનાના ૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં મહિલા સહિત ૬ના રિપોર્ટ પોઝીટીવ આવતા સારવારમાં ખસેડેલ છે. access_time 3:51 pm IST

  • ગુજરાત હાઇકોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રી સૂર્યપ્રકાશ રાજુ સુપ્રીમ કોર્ટમાં બન્યા એડિશનલ સોલિસિટર જનરલ :સુપ્રીમ કોર્ટમાં આટલી મોટી પોસ્ટ ઉપર પહોંચનારા ચોથા ગુજરાતી: અગાઉ કિરીટ રાવલ હરીન રાવલ અને તુષાર મહેતા પણ આ પોસ્ટ ઉપર પહોંચ્યા હતા access_time 11:28 pm IST

  • એક નવો ચીની ખતરો : ચીનના વૈજ્ઞાનિકોએ ફ્લૂના જેવો જ એક નવો વાયરસ શોધ્યો છે જે કોરોના વાયરસની જેમ મહામારીનું રૂપ ધારણ કરી શકે છે. આ વાયરસ G4 EA H1N1ના નામથી ઓળખાય છે. આ ફ્લૂનો વાયરસ ભૂંડમાંથી મળ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે માણસોને પણ સંક્રમિત કરી શકે છે. શોધકર્તાઓને ડર છે કે આ નવો વાયરસ અને વધારે મ્યૂટેટ થઈને સરળતાથી એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાઈ શકે છે. access_time 9:03 am IST