Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

મોરબીના કબીર ટેકરી વિસ્તારના ૭૫ વર્ષના વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ :જીલ્લામાં કુલ કેસનો આંકડો 27 થયો

મોરબી શહેરમાં એક જ દિવસમાં ત્રીજો કોરોના પોઝીટીવ કેસ: દર્દીની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી

મોરબીમાં કોરોના કહેર જોવા મળ્યો હતો અને મોરબીના પુનીતનગરના યુવાન તેમજ અવની ચોકડીના  ડોક્ટરનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ વધુ એક કેસ પોઝીટીવ નોંધાયો છે

 મોરબીના કબીર ટેકરી વિસ્તારના રહેવાસી ૭૫ વર્ષના વૃદ્ધને રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હોય જેનું સેમ્પલ લેવાયું હતું અને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને આજે મોરબી શહેરમાં ત્રીજો કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે આ દર્દીની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધ્યાને આવી નથી દર્દી હાલ રાજકોટ સિવિલમાં સારવારમાં હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું  અને મોરબી જીલ્લામાં કોરોનાનો કુલ આંક ૨૭ પર પહોંચી ગયો છે

(8:45 pm IST)
  • વલસાડના કપરાડા તાલુકામાં ભારે વરસાદ: ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા ગામોમાં ભારે વરસાદ: કપરાડાના દિક્ષલ, ઘોટાન, ફલી, સુથારપાડામાં વરસાદ : વાવર,બરપૂડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ : મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર ગાજવીજ સાથે વરસાદ access_time 9:38 pm IST

  • ઉદ્ધવ સરકારનો નવો ફતવો : સરકારી ઓફિસોમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરો : અમલ નહીં કરનારાનો પગાર નહીં વધે : ભવિષ્યમાં નોકરીમાંથી હાથ ધોવાની પણ નોબત આવશે access_time 8:38 pm IST

  • બોટાદના બરવાળા ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ: ભીમનાથ અને પોલારપુર ચોકડી વિસ્તારમાં વરસાદ: નભોઈ અને પીપરીયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ: વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી: ખેડૂતોમાં ખુશીની લહેર access_time 9:37 pm IST