Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

માંડવીના રામપર અને સરલી વચ્ચે કાર પાણીના ખુલ્લા ટાંકામાં ખાબકી

ટાંકાની ફરતે લગાવેલી કાંટાળી વાડ તોડી કાર ટાંકામાં ખાબકી : ગ્રામજનોએ દોરડા વડે કારને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો

ભુજ : માંડવી તાલુકાના રામપર અને સરલીની વચ્ચે કાર પાણીના ટાંકામાં ખાબકી હોવાના અહેવાલ સામે આવ્યા છે. કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા  સવારે આ બનાવ બનવા પામ્યો હતો. વાઈટ કલરની સ્વીફટ ડિઝાપર કાર નં. જીજે. ૧ર. એકે. ૦રપ૭ નંબરની કાર પાણીના ખુલ્લાટાંકામાં પડી ગઈ હતી.

અકસ્માતમાં જાનહાનીના સમાચાર નથી. બાદમાં ગ્રામજનોએ દોરડા વડે કારને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. વાડી વિસ્તારમાં આ બનાવ બનવા પામ્યો હતો. ટાંકાની ફરતે લગાવેલી કાંટાળી વાડ તોડી કાર ટાંકામાં ખાબકી હતી.

(1:53 pm IST)