Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

રૂષિક ગાજીપરાએ અમેરિકામાં ધો. ૧રની પરીક્ષા પ્રથમ ક્રમાંકે પાસ કરી ડોકટર બનવાનું સ્વપ્ન

મુળ વિરપુર જલારામના વતની હાલ અમેરિકા સ્થિત : અમેરિકા સ્થિતિ ગુજરાતી મુળના ડો. અરવિંદ વિરડીયા સહિતે રૂષિકને ફુલડે વધાવ્યો

ધોરાજી, તા. ૩૦ :  અમેરિકાના ચાલર્સ્ટન ખાતે રહેતા મુળ વિરપુર (જલારામ) ના પરસોતમભાઇ ગાજીપરાનો પરિવાર વસવાટ કરે છે અને તેનો પૌત્ર  રૂષીક ગાજીપરા ચાર્લસ્ટન સીટીમાં આવેલ જયોર્જ વોશીંગ્ટન હાઇસ્કુલમાં ધો. ૧રમાં અભ્યાસ કરતો રૂષીક ગાજીપરા જે અભ્યાસમાં અને રમત-ગમતમાં પણ ખુબ જ તેજસ્વી હતો.

તેનું સ્વપ્ન હતું કે ડોકટર બની દિન-દુખીયા લોકોની સેવા કરવાનું અને તેની મહેનત રંગ લાવી અમેરિકા ખાતે લેવાયેલી ધો. ૧ર ની પરીક્ષામાં જે પ્રથમ ૪.૮૬ જી.પી.એ. સાથે પ્રથમ આવતા સ્કુલ ખાતે રૂષિકનું ગર્વનર જીમ જસ્ટીસ એ સીલ્ડ આપી સન્માનીત કરેલ.

અમેરિકા ખાતે આ પ્રથમ વિદ્યાર્થી છે કે જે ધો. ૧રમાં પ્રથમ આવેલ અને તેને હવે મેડીકલમાં ૧૦૦ ટકા શિષ્યવૃતિ સાથે અભ્યાસ કરશે આમ અમેરિકા ખાતે ગુજરાતનું ગૌરવ વધારવા બદલ અમેરિકના ગુજરાતી સમાજના અગ્રણીઓ અને ડો. અરવિંદ વિરડીયા મીન વિરડીયા, ડો. રોહિત પટેલ, યોગેશ પટેલ તારક પટેલ, પરસોતમભાઇ ગાજીપરા સહિતનાઓએ શુભેચ્છાઓ આપેલ હતી.

(12:54 pm IST)