Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

પોરબંદર નગરપાલિકા દ્વારા કમલાબાગ રિનોવેશનના કામમાં ગેરરીતિનો પર્દાફાશ કરતા રામદેવભાઇ મોઢવાડિયા

ગુજરાત સરકારના ઓડીટ રિપોર્ટનો આધાર લઇને કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ પત્રકાર પરીષદમાં પાલિકાની ગેરરીતિની વિગતો જાહેર કરીઃ જવાબદારો સામે મુખ્યમંત્રી પગલા લ્યે તેવી માગણી

પોરબંદર તા. ૩૦ : ભાજપ શાસન નગરપાલિકા દ્વારા કમલાબાગની રિનોવેશન કામગીરીમાં આચરેલી ગેરરીતિનો પર્દાફાશ કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ કરેલ છે.

કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ નાણાકીયવર્ષ ર૦૧૬-૧૭માં ગુજરાત સરાકર દ્વાર પ્રસિદ્ધ કરેલ ઓડીટ રિપોર્ટનો આધાર લઇને પત્રકાર પરીષદ બોલાવીને કમલાબાગના રિનોવેશન કામના કામમાં પ્રજાના કરવેરા નાણાનો કેવી રીતે હિત ધરાવતા તત્વોને લાભાર્થે ઉપયોગ થયો તેની વિગતો જાહેર કરી હતી.

કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ કમલાબાગ રિનોવેશન વર્ક ર,૭ર,૩૩,૯૯-૦૦ની તાંત્રિક મંજુરી તા.ર૭-૩-ર૦૧પના રોજ આપવામં આવી હતી. ટેન્ડર મેન્યુઅલ કલોઝ-ર મુજબ રપ લાખથી ઉપરના  ટેન્ડરની નિવિદા એક લોકલ દૈનિકપેપરમાં અમદાવાદથી પ્રસિધ્ધ થતા દૈનિક પત્રમાં જાહેરાત આપવાની થાય છે. પરંતુ આ ટેન્ડરનિવિદા માત્ર એક જપોરબંદરથી જ પ્રસિધ્ધ થતાં પેપરમાં આવી હતી.

આ ટેન્ડરની નિવિદા દૈનિ પેરમાં ટેન્ડરની ઓનલાઇન પ્રસિધ્ધ થયાની તારીખ પહેલાઆપવાનીહોય છે. પરંતુઆ ટેન્ડર ઓનલઇન પ્રસિધ્ધ અને ઓનલાઇન ભરવાની તારીખ ૧૦-૦૮-ર૦૧પ અનેઆ ટેન્ડરની નિવિદા દૈનિકમાં તા.૧ર-૮-ર૦૧પના રોજ રવામાં આવી હતી. આમ ટેન્ડર ભરનાર માટે ઇરાદાપુર્વક ૯ દિવસનો પીરીયડ આપવામાં આવ્યો નથીે.

૧ કરોડથી પ કરોડ સુધીના કામોની મંજુરી નાણાં વિભાગના તા.૦૩-૦પ-ર૦૦૧ના પરિપત્ર અન્વયે સચિવશ્રી, માર્ગ અને મકાનની મંજુરી લેવી ફરજીયાત છે. પરંતુ આ કામની મંજુરી લેવામાં આવી નથી.

કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ કે ટેન્ડર મેન્યુઅલ ભાગ-રના ફકરા ૪.૬.ર. મુજબ દરેક કામની ડીફેકટ લયેબીલીટી પીરીયડ નકકી કરવાનો હોય છે. તેસમયગાળપુરતી સીકયુરીટી ડીપોઝીટ લેવાની હોય છે અને ફાઇનલ બીલના ચુવણાપછી અથવા કમ્પ્લીશન સર્ટી. અપ્યા પછી સીકયુરીટીની પ૦ ટકા રકમ છુટી કરવાની હોય છે અને બાકની પ૦ ટકા રકમ ડીફેકટ લાયેબીલીટી પિરીયડ પુરો થયા પછી છુટી કરવાની હોય છે. પરંતુ આ કેસમાં કોન્ટ્રાકટર અને આ કામ સાથે સંકળાયેલા હિત ધરાવતા ભાજપના બેનામી લોકોન લાભાર્થેસીકયુરીટી ડીપોઝીટ  ન ભરવી અને કામ પુરૂ થયા પછી રિપેરીંગ ન કરવુંપડેએ માટેડીફેકટ લાયેબીલીટી પિરીયડ નગરપાલીએ રાખેલ નહતો.

માર્ગ અને માનવિભાગના તા.ર૬-૧૧-૧૯૯૦ન ઠરાવ મુજબ ૧કરોડથી વધુ કામ માટે કામન સુપરવીઝન વગર એન્જીનીયર રાખવો ફરજીયાત છે. પરંતુ આ કામમં ભાજપના આગેવાનો સંડોવાયેલા હોઇ, વગરસુપરવીઝને કોન્ટ્રાકટરેકામ પુર્ણ કરેલ છે.

ગ્રાન્ટ વપરાશના પ્રમાણપત્રો ડુડાને મોકલવામાં આવ્યા નથી જે મોકલવાના ફરજીયાત છે. ગુજરાત સરકારન ખાણ અને ખનીજવિભાગના તા.૯-પ-૧૯૯૪ના ઠરાવ અને માર્ગ અનેમકન વિભાગન તા.ર૭-૪-ર૦૦પના ઠરાવ મુજબ અખરીબીલના ચુકવણા પહેલા સદરહુ કામમાં વપરાયેલ ખનીજ મટીરીયલની રોયલ્ટી સબંધે નો-ડયુ સર્ટીફીકેટ લેવું ફરજીયાત છે. આ કેસમાં ખાણ ખનીજ વિભાગનું નો-ડયુ સર્ટી. મેળવ્યા વગર આખરી બીલનું ચુકવણુ કરી દેવામાં આવ્યું છે.

સુપ્રિ. ઓ. સ્ટેમ્પની કચેરીન પરિપત્ર મુજબ મુંબઇ સ્ટેમ્પ અધિનિયમ ૧૯પ૮ની અનુસુચિ-૧ આર્ટિકલ ૩૬(ક) અને ર૦(ક) મુજબ અને ગુજરાત સરકારના તા.૦૧-૦૪-ર૦૦૭નો ગેઝેટ મુજબ સ્ટેમ્પ ડયુટી રૂ.૯પ,૧૩૭,૦૦ ભરવાની થાય છે. પરંતુ આ કામમાં કોન્ટ્રાકટર પાસેથી ર૯,૦૦૦-૦૦ લેવામં આવી છે. આમ આ કેસમાં સરકારને ૬૬,૩૧૭-૦૦ રૂ.ની સ્ટેમ્પ ડયુટીનું નુકસાન કરેલ છે.

સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગના પરિપત્ર મુજબ ૩૦ લાખથી ઉપરના કામો માટે ટેન્ડર ૧૦% રકમ સીકયુરીટી ડીપોઝીટ લેવાની હોય છે અને આ ૧૦% ટેન્ડર સ્વીકાર્ય પછી ૧૦ દિવસમાં ભરવાની હોય છે જો ઇજારાદાર ૧૦ દિવસમાં ભરવાની હોય છે. જો ઇજારાદાર ૧૦ દિવસમાં ટેન્ડર વેલ્યુના ૧૦% રકમ ન ભરે તો ટેન્ડર આપોઆપ રદ થઇ જાય પરંતુ આ કિસ્સામાં ટેન્ડર વેલ્યુના ૧૦% રકમ રૂ.ર૭,ર૩,૩૪૦-૦૦ થાય છે.પરંતુ નગરપાલિકાએ કોન્ટ્રાકટરની સગવડતા સાચવીને ૧૩,૮૧,૬૭૦-૦૦ રૂ. ડીપોઝીટ એટલે કે ૧૩,૪૧,૬૭૦-૦૦ રૂ. ઓછા લઇને નિયમ વિરૂદ્ધ વર્ક ઓર્ડર આપી દીધો હતો.

વર્ક ઓર્ડર આ કામ ૬ માસમાં એટલે કેતા.ર/૩/ર૦૧૬  સુધીમાં પુર્ર્ણ કરવાનું હતું.પરંતુ એજન્સી દ્વારા આ કામ તા.૧૮/૭/ર૦૧૬ ના રોજ પુર્ણ કરવામાં આવ્યું હતું આમ આ કેસમાં૪ મહિના અને ૧૬ દિવસનો વિલંબ થયેલ છે.

ટેન્ડર કલોઝ-૬ ની જોગવાઇ મુજબ મુદત વધારાની અરજી ઇજારાદારે નિયમાનુસાર યોગ્ય કારણો સાથે કરવાની હોય છે. અને સક્ષમ ઓર્થોરીટીએ મુદત વધારાના કારણો યોગ્ય જણાય તો મુદત વધારો કરી આપવાનો હોય છે પરંતુ આ કેસમાં એજન્સીએ મુદત વધારાની અરજી પણ કરેલ નથી અને સક્ષમ અધિકારીએ મુદત વધારો આપેલ પણ નથી. આમ, આ કેસમાં નિયમાનુસર ટેન્ડર કલોઝ-ર મુજબ માર્ગ અને મકાન વિભાગની તા.ર૯/૬/૧૯૮ર ની જોગવાઇઓ મુજબ ટેન્ડરની અંદાજીત કિંમત ૧૦% રકમની મર્યાદામાં કપાત કરવા પાત્ર રકમ અંદાજીત રૂપિયા ર૭,૩૩,૩૪૦-૦૦ રૂ. થાય છે. પરંતુ આટલી માતબર રકમ નગરપાલિકાએ એજન્સી પાસેથી કપાત કરેલ નથી.

આમ પોરબંદર નગરપાલિકાએ કમલાબાગ રિનોવેશનના કામમાં નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મળીને ટોટલ રકમ રૂ.ર૭,૩૩,૩૪૦-૦૦ રૂ.+ ૬૬,૩૧૭-૦૦+ ખાણ ખનીજની રોયલ્ટી + ઓછી સિકયુરીટી ડીપોઝીટ + ૧૭૦,૦૦૦-૦૦ + નું એટલે કે (૧૩,૪૧,૬૦-૦૦) લગભગ રૂ.૪૩,૧૧,૩ર૭-૦૦ નું નુકસાન કરેલ છે.

આ કામાં નાણાકીય ગેરરીતી કરનાર અને સામે કાયદાકીય પગલા લેવા રામદેવભાઇ મોઢવાડીયાએ મુખ્યમંત્રીશ્રી પાસે માંગણી કરી છે. ઓડીટ અધિનિયમ મુજબ સદરહુ વૈધાનિક સંસ્થાએ ઉપરોકત તમામ વિગતો ગંભીર ગેરરીતીનામાં ઓડીટ રિપોર્ટમાં સામેલ કરેલ હોવાથી ગંભીર બાબત હોઇ રાજય સરકાર આ કૌભાંડમાં જવાબદાર લોકોને પાઠ ભણાવવો જોઇએ એમ અંતમાં રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યું છે.

(12:53 pm IST)