Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

જેતપુરમાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૭ શખ્સો પકડાયા

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે(તસ્વીરઃકેતન ઓઝા)

જેતપુર, તા.૩૦: શહેર પોલીસે રહેણાંક મકાનમાં રેઇડ કરી જુગાર રમતા ૭ શખ્સોને ઝડપી લીધા હતા.

શહેરમાં નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલ પી.આઇ.એસ.આર. ખરાઠી તેમજ સ્ટાફના લખુભા રાઠોળ, હિતેષભાઇ વરૂ, અજીતભાઇ, રામજીભાઇે બાતમી મળેલ કે બાવાવાળા પરા વિસ્તારમાં રહેતો રોહીત  ઠેશીયા પોતાના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવતો હોય રેઇડ કરી તીનપતીનો જુગાર રમતા નવનીત જગદીશભાઇ જેઠવા (રહે.ધોરાજીરોડ) હર્ષદ પ્રદીપભાઇ () શકિત ધર્મેન્દ્રભાઇ જાદવ (રહે.બંને દેરડી આવાસ યોજના) કિશોર હંસરાજભાઇ હીરપરા (રહે.દેસાઇવાડી) પ્રકાશ માનશીંગભાઇ પરમાર (રહે. અમરનગર રોડ) બિજ રોહીત લાલજીભાઇ જાડેજા (રહે.લક્ષ્મીનગર સોસાયટી) તેમજ મકાન માલીક રોહીત લાલજીભાઇ ઠેશીયા સાતેય શખ્સોને રૂ.૧૩,૩૧૦ રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.તેમજ રૂરલ ક્રાઇમ બ્રાંચે નાના ચોક વિસ્તારમાં વરલી ફીચરના આંકડા લખતો નઝીર ઉર્ફે નઝલો ગજાભાઇ રફાઇ (રહે.નાનાચોક તરીયા શેરી)ને રોકડ રૂ. તથા મોબાઇલ મળઇ રૂ.૩૪૯૦ના મુદામાલ સાથે પકડી પાડેલ હતો.

(12:52 pm IST)