Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

જુનાગઢમાં ૩૦ દિવસમાં કોરોનાથી એક સ્ત્રી અને બે પુરૂષના મૃત્યુ

કુલ ૮૩ કેસમાં જુનાગઢના ૪૧ પોઝિટીવ કેસ

જુનાગઢ, તા. ૩૦ :  જુનાગઢમાં ૩૦ દિવસમાં કોરોનાથી એક સ્ત્રી અને બે પુરૂષનાં મૃત્યુ થતા સમગ્ર શહેરી વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઇ છે.

જુનાગઢ જિલ્લામાં પાંચ મેના રોજ કોરોનાએ ભેંસાણ ખાતેથી એન્ટ્રી કરી હતી. ભેંસાણ સીએચસીના ડોકટર અને પ્યુનનો રિપોર્ટ સૌ પ્રથમ પોઝિટીવ આવ્યા બાદ કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે અને અત્યારે કોરોનાના કુલ કેસ વધીને ૮૩ થઇ ગયા છે.

જેમાં ત્રણ કોરોનાનાં દર્દીના મૃત્યુ થયા છે પ૧ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. હાલ ૩૦ કેસ એકટીવ છે.

ત્રણ કોરોના દર્દીના મોત જુનાગઢ સીટીનાં જ છે જુનાગઢમાં ૧૦ મેના રોજ કોરોનાએ પગ પેસારો કરેલ અને ગઇકાલની સ્થિતિ જુનાગઢમાં કુલ પોઝિટીવ કેસ ૪૧ થયા છે.

૪૧ કેસમાં ત્રણ દર્દીને કોરોનાએ ભોગ લીધો છે જુનાગઢમાં કોરોના દર્દીનું પ્રથમ મોત ગત તા. ૧લી જુનનાં રોજ થયેલ. ગત તા. ર૭ જુનનાં રોજ પ૧ વર્ષીય પુરૂષે અંતિમશ્વાસ લીધા હતા અને ગઇકાલે જુનાગઢનાં ૬ર વર્ષીય વૃધ્ધનું કોરોનાની મોત થતા કુલ મૃતાંક ત્રણ થયો છે.

આમ ૩૦ દિવસમાં જુનાગઢમાં ત્રણ કોરોના દર્દીના મૃત્યુ થતા લોકોમાં ફફડાટ સાથે અરેરાટી વ્યાપી ગઇ છે.

(12:49 pm IST)