Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ભાદર ડેમમાં અડધો ફૂટ નવુ પાણી આવ્યું : ફોફળ ડેમમાં ૦.પ૯ ફૂટ, છાપરવાડી-રમાં ૦.૬૬ ફૂટ નવા નીરની આવક

જામનગરના ડામીણસારમાં ૦.૭પ ફૂટ : સુરેન્દ્રનગર વાસલમાં ૦.૪૯ ફૂટની આવક

રાજકોટ, તા. ૩૦ :  ગઈકાલે ગોંડલ સહિતના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ એવા ભાદરમાં નવું અડધો ફૂટ પાણી આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત અન્ય ૭ જળાશયોમાં નવા પાણીની આવક થવા પામી છે. ૩૪ ફૂટે ઓવરફલો થતાં ભાદર ડેમમાં નવું ૦.૪૩ ફૂટ પાણીની આવક થતાં ડેમની સપાટી ૧૯.૩૦ ફૂટે પહોંચી જવા પામી છે. ડેમમાં હાલ ૧૭૫૭ એમસીએફટી પાણી સંગ્રહિત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત ભાદરમાં નર્મદાના નીર પણ ઠાલવવામાં આવી રહ્યાં છે. ભાદર ઉપરાંત રાજકોટ જિલ્લાના ફોફળ ડેમમાં નવું ૦.૫૯ ફૂટ, છાપરવાડી-૨માં ૦.૬૬ ફૂટ, મોરબી જિલ્લાના ડેમી-૧ ડેમમાં ૦.૦૩ ફૂટ, બ્રાહ્મણી-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ, જામનગર જિલ્લાના ડાયમીણસારમાં ૦.૭૫ ફૂટ જયારે સુરેન્દ્રનગર જિલ્લાના વાસલમાં ૦.૪૯ ફૂટ નવા નીરની આવક થવા પામી છે.

(3:02 pm IST)