Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ગોંડલ અને મોવીયામાં જુગારના દરોડાઃ ૯ પતાપ્રેમીઓ પકડાયા

શાપર-વેરાવળમાં જાહેરમાં જુગાર રમતી ૪ મહિલાઓ પોલીસની ઝપટે ચડી ગઇ

રાજકોટ, તા., ૩૦: ગોંડલ અને મોવીયા ગામે જાહેરમાં જુગાર રમતા ૯ પતાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતા.

ગોંડલમાં ભોજરાજપરા કુંભારવાડા મેઇન રોડ પર હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ સહીતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા રાજેન્દ્ર વિઠ્ઠલભાઇ વાળા, કૌશીક છોટુભાઇ દુસરા, ઉદય બાબુભાઇ દુસરા તથા પરેશ ભીખુભાઇ વાળાની રોકડા રૂ. ૧૧૮ર૦, ત્રણ મોબાઇલ તથા ૩ બાઇક મળી કુલ ૭૦,૮ર૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.  બીજા દરોડામાં ગોંડલના મોવીયા ગામે બંધીયા રોડ પર તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ વાળા સહીતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા જયશ્રીબેન  ગીરધરભાઇ પાત્રા, મંજુલાબેન મનસુખભાઇ શાડવા, સતીષ સવજીભાઇ શાડવા, મુકેશ હરીભાઇ શાડવા તથા રાજેશ બાબુભાઇ શાડવાને રોકડા રૂ. ૧૦,૪પ૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.  તેમજ શાપર-વેરાવળમાં શાંતીધામ સોસાયટી ગેઇટ નં. ર પાસે શાપર-વેરાવળના હેડ કોન્સ્ટેબલ રોહીતભાઇ બકોત્રા સહીતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા નર્મદાબેન વિનુભાઇ વાંઝા, ક્રિષ્નાબેન સન્નીભાઇ કંડોલીયા, મીતલબેન રમેશભાઇ સાદરીયા તથા રસીલાબેન બાબુભાઇ કંડોલીયાને રોકડા રૂ.૧૭૩૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:57 am IST)