Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

જામજોધપુર-કાલાવાડ પંથકમાં જુગાર દરોડા

જામનગર, તા.૩૦: શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. નવલભાઈ નારણભાઈ આસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, શેઠવડાળા ગામ બસ સ્ટેશન પાસે કમલેશ રામશી મારૂ રે. ઉપલેટાવાળો ફોરવ્હીલ માં ઈંગ્લીશ પીવાનો દારૂના કાચના ચપલા નંગ–ર, કિંમત રૂ.૩૦૦ તથા ફોરવ્હીલ ગાડી કિંમત રૂ.૧,પ૦,૦૦૦/– મળી કુલ રૂ.૧પ૦૩૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ખીમશીભાઈ ગોવિંદભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, જીણાવારી બાપાસીતારામના ઓટા પાસે જાહેર રોડ પર આરોપી ધર્મેશભાઈ જેશાભાઈ કારેણા, જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી હારજીત કરી રોકડા રૂ.રપપ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ખારવા ગામે જુગાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ગીરીરાજસિંહ ઈન્દ્રવિજયસિંહ જેઠવા એ ફરીયાદ નોંધાવી છે કે, ખારવાના કાઠા પાસે આવેલ નદીના છેલામા ખુલ્લા પટ્ટમાં આરોપી અનીલભાઈ પોપટભાઈ સવસાણી, સંજયભાઈ જેન્તીભાઈ લાડાણી, રાજાભાઈ રામાભાઈ ભાસળીયા, સંદિપભાઈ રસીકભાઈ આંલબડા, રે. ગીંગણી ગામવાળા જાહેરમાં જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૧૩૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

નિકાવા ગામે જુગાર

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. રાજદીપસિંહ વિક્રમસિંહ ગોહિલ એ ફરીયાદ નોંધાવી છે કે, નીકાવા ગામ થી પાતા મેઘપર જવાના રસ્તે આવેલ ખરાબામા બાવળના ઝાડ નીચે આ કામના આરોપીઓ દિપકભાઈ જંયતીભાઈ વાઘેલા, રતિભાઈ ગોવિંદભાઈ ભીમાણી, સકીલશા ઉર્ફે ટીનો નુરશાહ શાહમદાર, રે. નિકાવા ગામ વાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રૂ.પ૪પ૦/– તથા પટ્ટ માંથી રોકડા રૂ.૭૮૦/– મળી કુલ રૂ.૬ર૩૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

બાઘલા ગામે જુગાર

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. બલભદ્રસિંહ મહીપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, બાઘલા ગામથી આથમણી બાજુ આવેલ સસોઈ નદીના ઉગમણા કાઠે બાવળની ઝાળી નીચે ખુલ્લી જગ્યામાં મેઘો ગોવિંદભાઈ સોરઠીયા, આમદ ઈશાક નાઈ, પાલાભાઈ રાજાભાઈ ખાટલીયા, રે. બાઘલા ગામ વાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.રરપ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(11:56 am IST)
  • એક નવો ચીની ખતરો : ચીનના વૈજ્ઞાનિકોએ ફ્લૂના જેવો જ એક નવો વાયરસ શોધ્યો છે જે કોરોના વાયરસની જેમ મહામારીનું રૂપ ધારણ કરી શકે છે. આ વાયરસ G4 EA H1N1ના નામથી ઓળખાય છે. આ ફ્લૂનો વાયરસ ભૂંડમાંથી મળ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે માણસોને પણ સંક્રમિત કરી શકે છે. શોધકર્તાઓને ડર છે કે આ નવો વાયરસ અને વધારે મ્યૂટેટ થઈને સરળતાથી એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાઈ શકે છે. access_time 9:03 am IST

  • રાજયમાં ૧૨ વાગ્યા સુધીમાં ૧૦૨ તાલુકામાંં વરસાદ : વેરાવળમાં ૨ ઇંચ, મોડાસામાં ૨ ઇંચ, મેંદરડામાં ૨ ઇંચ, સુત્રાપાડા ૨ ઇંચ, બેચરાજીમાં ૨ ઇંચ, ઘોઘામાં પોણા ૨ ઇંચ, જેસરમાં પોણા ૨ ઇંચ, મહેસાણામાં દોઢ ઇંચ, માળીયામાં દોઢ ઇંચ, ધ્રોલમાં દોઢ ઇંચ, લીલીયામાં સવા ઇંચ, હારીજમાં સવા ઇંચ, વિસાવદરમાં સવા ઇંચ, કોટડા સાંગાણીમાં સવા ઇંચ, સરસ્વતીમાં ૧ ઇંચ, માલપુરમાં ૧ ઇંચ, પાલીતાણામાં ૧ ઇંચ, લાઠીમાં ૧ ઇંચ ખાબકયો વરસાદઃ access_time 3:04 pm IST

  • રાજકોટની કુલ ૧૪૯ સૂચિત સોસાયટીમાંથી ૫૩૩૭ દાવા મંજુરઃ હજુ ૭૩૯ના મંજુરીના હુકમો બાકી : રાજકોટના પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ અને તાલુકા મામલતદાર ક્ષેત્રમાં આવેલી કુલ ૧૪૯ સૂચિત સોસાયટીના બાંધકામો અંગે ૬૦૭૬ દાવા અરજી આવી હતીઃ જેમાંથી ૫૯૨૮ બાંધકામો રેગ્યુલાઈઝ કરવા અંગે સુનાવણી હાથ ધરાઈઃ તેમાં ૫૩૩૭ દાવા કલેકટર તંત્રે મંજુર કરી દીધાઃ હજુ ૭૩૯ દાવા અંગેના મંજુરી હુકમો બાકીઃ સૌથી વધુ રાજકોટ પૂર્વ ક્ષેત્રના ૩૬૧ હુકમો બાકીઃ દક્ષિણમાં ૨૫૩ અને તાલુકામાં ૧૧૬ દાવા અંગે હવે નિર્ણયઃ કલેકટરે તાજેતરમાં બોલાવેલ મીટીંગમાં આખરી સમીક્ષા કરાઈઃ ૧૫ દિ'માં પુરૂ કરવા આદેશો access_time 3:04 pm IST