Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

સવારે વિસાવદરમાં અડધો ઈંચઃ કેશોદ, જૂનાગઢ, માંગરોળ, માળીયામાં હળવો વરસાદ

સોરઠમાં સવારથી મેઘાના મંડાણથી લોકોમાં ખુશી

જૂનાગઢ, તા. ૩૦ :. જૂનાગઢ જિલ્લામા આજે સવારથી વરસાદી માહોલ સર્જાયો છે અને સવારના વિસાવદર વિસ્તારમાં અડધો ઈંચ વરસાદ થતા લોકોમાં ખુશી છવાઈ ગઈ છે.

જૂનાગઢ સહિત સોરઠમાં ગઈકાલ બપોર બાદની મેઘાની પધરામણી થઈ છે. સવારે પુરા થયેલા ૨૪ કલાક દરમ્યાન કુલ ૯૨ મી.મી. વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ૨૮ મી.મી. વરસાદ માણાવાદરમાં થયો હતો.

આજે પણ સવારથી વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાએ પધરામણી કરતા સવારના ૬ થી ૧૦ દરમિયાન વિસાવદરમાં ૧૩ મી.મી., કેશોદ, જૂનાગઢ અને માળીયામાં એક-એક મી.મી. અને માંગરોળમાં બે મી.મી. વરસાદ નોંધાયો હતો.

જ્યારે અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદના વાવડ નથી.(૨-૧૦)

(11:54 am IST)