Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

વાંકાનેરમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા ૧૪પ લોકો દંડાયા

કોરોના મહામારી વચ્ચે બેજવાબદાર લોકો સામે પોલીસની કડક કાર્યવાહી

તસ્વીરમાં પોલીસ કડક ચેકીંગ કરતી નજરે પડે છે. (તસ્વીરઃ નિલેઢશ ચંદારાણા-વાંકાનેર)

 વાંકાનેર તા. ૩૦: વાંકાનેર વિસ્તારમાં ઝડપથી વધી રહેલા કોરોના પોઝેટીવ કેઇસને નગરજનો ગણકાર્યા વગર મોટા ભાગના માસ્ક પહેર્યા વગર બીન્દાશ ટુ વ્હીલર્સ, ફોર વ્હીલર લઇને અને રસ્તા ઉપર રખડતા જોવા મળે છે આવા ગેર જીમ્મેદાર લોકો સામે વાંકાનેર શહેર પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ચેકીંગ કરી એકજ દિવસમાં માસ્ક પહેર્યા વગર રખડતા-નિકળતા ૧૪પ લોકોને રૂ. ર૦૦ મુજબ દંડ ફટકાર્યો હતો.

મોરબી જીલ્લા પોલીસ વડાની સુચના અને ડી.વાય.એસ.પી. રાધીકા ભારાઇની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ પીઆઇ રાઠોડ, પીએસઆઇ મોલીયા, ઉપરાંત એ.એસ.આઇ. પરસોતમભાઇ સોલંકી, નારણભાઇ, પ્રદિપભાઇ, વિજયભાઇ સહીતના પોલીસ અધીકારીઓ સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારમાં વોચમાં રહી માસ્ક વગર નિકળતા લોકોને દંડ ફટકાર્યો હતો. પોલીસ તંત્રની આ પ્રસન્નનિય કાર્યવાહીની સરાહના થઇ રહી છે. શહેરમાં વેપાર ધંધો કરતા વેપારીઓ પણ માસ્ક પહેર્યા વગર જોવા મળે છે તેની સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ ઉઠી રહી છે.

(11:51 am IST)