Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

જામકંડોરણા તાલુકાના ગુંદાસરી ગામમાં ૧૭.૩૫ લાખના ખર્ચે જળ સંચયના કામો

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત

રાજકોટ તા.૩૦ : ભારતએ ખેતીપ્રધાન દેશ છે. દેશની મોટાભાગની ખેતી વરસાદ આધારીત છે. હાલ જયારે વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતા વધતી જાય છે. ત્યારે સિંચાઈ થકી પાણીનું યોગ્ય રીતે નિયમન અને નિયંત્રણ કરવું જરૂરી બને છે. તેવા સમયમાં 'જલ સંચય' અને 'જલ સિંચન' દ્વારા વરસાદી પાણીનો ઉપયોગ કરીને જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ, રિચાર્જ, સંવર્ધન તથા વોટરશેડ જેવા વિકાસના કામો દ્વારા જળ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવા કેન્દ્ર/રાજય પુરસ્કૃત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ૧ જુલાઇ ૨૦૧૫થી અમલી છે. જેના માધ્યમથી વરસાદના પાણીનો સિંચાઈ માટે કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે છે.

આ યોજના અંતર્ગત જામકંડોરણા તાલુકાના ગુંદાસરી ગામમાં વર્ષ ૨૦૧૯-૨૦માં ચેકડેમના રૂપિયા ૧૨.૬૨ લાખના ખર્ચે ૬ કામો, ડ્રેનેજના રૂપિયા ૨.૨૭ લાખના ખર્ચે ૨ કામો તેમજ ચેકડેમ સમારકામનું રૂપિયા ૧.૪૧ લાખના ખર્ચે ૧ કામ અને દિવાલના રક્ષણ માટે રૂપિયા ૧.૦૫ લાખના ખર્ચે ૧ કામ મળી કુલ રૂપિયા ૧૭.૩૫ લાખના ખર્ચે ૧૦ કામો પૂર્ણ થયા છે. તેમ રાજકોટ જળસ્ત્રાવ વિકાસ એકમના ટેકિનકલ એકસપર્ટ ડી. આર. પરમારની યાદીમાં જણાવાયુ છે.

(11:44 am IST)