Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

વિરમગામ પાલિકાની બજેટની સભા મોકૂફ

શાસક પક્ષ ભાજપના ઘણા સભ્યો હાજર ન હોવાની ચર્ચા

વઢવાણ,તા.૩૦: વિરમગામ નગરપાલિકા દ્વારા ૨૦૨૦-૨૧નું બજેટ સામાન્યસભામાં મંજૂર કરાવવા કર્યુલેશન નગરપાલિકા પ્રમુખ દ્વારા મોકલવામાં આવેલ હતો જે મુલતવી રાખવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવતા નગરપાલિકા ખાતે વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યો આવી પહોંચતા ઉશ્કેરાટ ફેલાયો હતો અને પ્રમુખ દ્વારા ૨૦૨૦-૨૧ના બજેટ માટે સામાન્ય રીતે ૧૫ માર્ચ સુધીમાં નગરપાલિકાનુ બજેટ મંજૂર કરવાનું હોય છે જે મોડામાં મોડું ૩૧ માર્ચ સુધીમાં સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરાવવાનું હોય છે

ત્યારે નગરપાલિકા વિરોધપક્ષ ના નેતા જીલાનીબાપુ સૈયદ અને રણજીતસિંહ ડોડીયા દ્વારા જણાવ્યું હતું કે સામાન્ય સભા શાસક પક્ષ દ્વારા માર્ચ માસમાં સમયસર ન બોલાવી જેથી જિલ્લા કલેકટર દ્વારા નગરપાલિકા પ્રમુખને ૩૦ જૂન સુધીમાં સામાન્ય સભા બોલાવી બજેટ મંજુર કરવા જણાવવામાં આવ્યું હતું ત્યારે ૨૯ જૂનના રોજ બજેટને અનુલક્ષીને બોલાવવામાં આવેલી સામાન્ય સભા કોરોનાવાયરસ નુ બહાનું આગળ ધરી પ્રમુખ દ્વારા મુલત્વી રાખવામાં આવેલ છે ત્યારે વિરમગામ શહેરમાં અગત્યના વિકાસના કામો ઉપર પ્રશ્નાર્થ મુકાઈ ગયેલ છે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અનલોક સહિત દ્યણી છૂટછાટો જાહેર કરેલ છે ત્યારે સોશિયલ ડીસ્ટન્સ સાથે સામાન્ય સભા યોજી શકાય છે છતાં મુલતવી રાખવામાં આવતા જે બાબતનો લેખિત વિરોધ ચીફ ઓફિસરને આપવામાં આવેલ છે.

જાણકારી અનુસાર સામાન્ય સભામાં શાસક પક્ષ ભાજપના ઘણા સભ્યો હાજર ન રહેવાના અહેવાલને લઈને સામાન્ય સભા મોકૂફ રખાઇ છે વિરમગામ નગરપાલિકા શાસક પક્ષ ભાજપ ના ૧૮ સભ્યો માં એક સાંધે ત્યાં તેર તૂટે એવો માહોલ છે જેને લઇને વિરમગામ શહેર નો વિકાસ રૃંધાઈ રહેલ છે.

કોંગ્રેસ દ્વારા સૂત્રોચાર ચક્કાજામ

હાલ કોરોના વાયરસની મહામારીમાં લોકોને કામકાજ તથા ધંધા રોજગાર મહદ અંશે બંધ છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં અવિરત રીતે વધારો કરતા મધ્યમ વર્ગના લોકોને આર્થિક બોજ ને કારણે કમર તૂટી રહી છે. આ પરિસ્થિતિમાં જીવન નિર્વાહ ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું હોય, આ પેટ્રોલ-ડીઝલના ભાવ ઉપર મોટી રકમનો ટેકસ તથા ભાવ વધારાના વિરોધમાં વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીર વિરમગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દશરથ પટેલ,નટુજી ઠાકોર ધરમશીહ ઠાકોર સહિત ૧૫ થી વધુ લોકોની ગોલવાડી દરવાજા ખાતે વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરી વાહનો રોકી ચક્કાજામ કરવાનો પ્રયાસ કરાતા વિરમગામ ટાઉન પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.

(11:41 am IST)