Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

મોરબી :સરકારી કચેરીઓમાં ભરતી શરૂ કરવા માંગણી

મોરબીઃજીલ્લા કલેકટર જયારે વાંકાનેરમાં પ્રાંત અધિકારીને આવેદન પાઠવી જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા કોઈને કોઈ કારણોસર અટકાવી દેવામાં આવી છે અમુક ભરતી એવી છે જેમાં ઘણા મહિનાઓથી તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે ફકત નિમણુક આપવાની બાકી છે અમુક ભરતીમાં સરકારી પરીક્ષાનું નોટીફીકેશન લાંબા સમયથી આવી ચૂકેલ છે ભરતી જાહેર થઇ છે પરંતુ સરકારની ઢીલાશને લીધે પરીક્ષા બાકી છે ગુજરાતમાં અંદાજીત ૪૦,૦૦૦ જેટલી જગ્યાઓ માટેની પ્રક્રિયા અલગ અલગ તબક્કે અટકાવી દીધેલ છે ગુજરાતનું અંદાજે ૧૫ થી ૧૭ લાખ જેટલું યુવાધન બેરોજગારીના ઓછાયા હેઠળ છે શિક્ષિત બેરોજગારોનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે જેથી જે ભરતીમાં માત્ર નિમણુક આપવાની બાકી છે તે આપી દેવામાં આવે જે ભરતીની પ્રાથમિક, મુખ્ય પરીક્ષા કે કોમ્યુટર ટેસ્ટ કે ઈન્ટરવ્યું થઇ ગયા છે તેના પરિણામ જાહેર કરાય જે ભરતીની જાહેરાત થઇ છે પરંતુ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી તેની સત્વરે તારીખ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે. (તસ્વીર-અહેવાલઃ પ્રવિણ વ્યાસ.મોરબી)

(11:38 am IST)
  • ગુજરાત હાઇકોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રી સૂર્યપ્રકાશ રાજુ સુપ્રીમ કોર્ટમાં બન્યા એડિશનલ સોલિસિટર જનરલ :સુપ્રીમ કોર્ટમાં આટલી મોટી પોસ્ટ ઉપર પહોંચનારા ચોથા ગુજરાતી: અગાઉ કિરીટ રાવલ હરીન રાવલ અને તુષાર મહેતા પણ આ પોસ્ટ ઉપર પહોંચ્યા હતા access_time 11:28 pm IST

  • મોટી કંપનીનું વિમાન રન-વેથી સ્લીપ થઇ ગયું ? : દેશના મોટા કોર્પોરેટ હાઉસનું ખાનગી વિમાન પરમ દિવસે હૈદ્રાબાદ એરપોર્ટ ઉપર રન-વેની બહાર ચાલ્યુ ગયાના અહેવાલો મળે છે. પાંખો અને લેન્ડીંગ ગીયર ડેમેજ થયાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે. જો કે વિમાનમાં બેઠેલાઓ અને મુસાફરો સલામત છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 3:51 pm IST

  • ભારતમાં કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો :છેલ્લા 24 કલાકમાં 18,339 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,67,536 કેસ: 2,15,301 એક્ટિવ કેસ :કુલ 3,35,271 દર્દીઓ રિકવર થયા :વધુ 417 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 16,904 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 5257 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,69,883 થઇ: તામિલનાડુમાં નવા 3949 કેસ :દિલ્હીમાં વધુ 2084 કેસ નોંધાયા: કર્ણાટકમાં 1105 નવા કેસ : તેલંગાણામાં નવા 975 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 793 કેસ નોંધાયા access_time 1:08 am IST