Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

પોરબંદરની જુની દિવાદાંડી પાસે બ્રેક વોટર દિવાલમાં ઠેર-ઠેર ભંગાણ : દરિયાના મોજાથી પોલાણ વધ્યુ

પોરબંદર,તા.૩૦ : જૂની દિવાદાંડી પાસે બ્રેક વોટર દિવાલમાં ઠેર-ઠેર ભંગાણ વધતા જાય છે દરિયાના મોજાના પછડાટથી પોલાણ વધુ જાય છે નજીકમાં રહેણાંક મકાનોમાં ભેજ વધતો જાય છે.

અરબી સમુદ્ર કિનારે તેમજ અસ્માવતી નદી (ખાડી) પર વસેલ છે. પશ્ચિમ,દક્ષિણ અને ઉત્તર આ નદી અરબી સમુદ્ર ને મળે છે. જયારે પૂર્વ, ઉત્તર,દક્ષિણ દિશા એ થી અસ્માવતિ નદી નુ વહેણ આવે છે અને જે કર્લી ખાડી તેમજ જયુબેલી ખાડી પર લકડી બંદર આવેલ છે. ત્યારે કર્લી ખાડી માં રિવર ફ્રન્ટ સાકાર થયેલ છે. અને પોરબંદર ની ફરતે પાણી છે. પાધડી પનનો અને ઊંડી રકાબી આકારનો ખાડ વારૂ શહેર અને બંદર છે. કુદરતી ભોગોલિકતા અને ભૂમિતિ એવા પ્રકારની છે,કે આજ દિન સુધી પોરબંદર ના નાગરિકોને સાચી પરિસ્થિતિની માહિતી પૂર્ણ હોઈ તેવું જણાતું નથી ઈશ્વરની દેન માનો કે પોરબંદર પાસે બે બાર માસી જેટ્ટી ધરાવે છે. એક સમયે જૂનું જેટી બંદર સિઝની બંદર ગણાતું. અને મોટી આર્થિક કરોર્દરજુ પોરબંદર નુ જૂનું બંદર હતું અને આજ પણ સરકાર ધ્યાન આપે તો ગુજરાત સરકારને મોટું આર્થિક કરોર્દજુ સરકાર ગણે છે. તેમ છતાં ભ્રષ્ટાચાર અને રાજકારણ અને રાજકારણીઓ પોરબદર ના વિકાસ માં હવામાં ગોળી બાર કરે છે. પરંતુ વિકાસ માં મોટો ભ્રષ્ટાચાર થી ઘેરાય ગયેલો છે.

જૂની પેઢીના ખારવા સમાજના આજે પણ કોઠા સુઝ બોધિક જ્ઞાનનો ભરપુર ભંડાર પોરબંદર ના વિકાસમાં મહત્વ પૂર્ણ રહ્યું છે. અને હજુ પણ રહેલ છે. દેશી વહાણ વત્તા ભૂતકાળ બની ગયેલ હોવા છતાં આગવું સ્થાન ધરાવે છે.  પોરબંદરના વિકાસના કમ ભાગ્ય છે. તા.૧/૫/૧૯૬૦ થી ગુજરાત રાજય મુંબઈ રાજય છૂટું પડ્યું અને અલગ ગુજરાત રાજય તરીકે અસ્તિત્વમાં આવ્યું અને સને ૧૯૭૫ પછી પોરબંદરના બંદરનો વિકાસના નામે ધ્વંશ શરૂ થયો સરકારે પોરબંદરના વિકાસ માટે કરોડો રૂપિયાની લોનમાં સમય અંતરે પોરબંદરના બંદર ની કરોડો રૂપિયાની ગ્રાન્ટ જી.એમ.બી. તેમજ છેલા દસ્કા થી મત્સ્ય ઉદ્યોગ ને આપે છે. આ ગ્રાન્ટનો કઈ રીતે ઉપયોગ થાય છે. તે સમજી શકાતું નથી. આજે જૂના બંદર અને નવા જેટ્ટી બંદર (સુભાષનગર)ની દશા  સુધરતી નથી આરટીઆઈઓ થાય છે. તેમાં પણ સાચા જવાબ મળતા નથી સંરક્ષણની દૃષ્ટિ એ વ્યાપાર વિકાસની દ્રષ્ટિએ પોરબંદર મહત્વ પૂર્ણ બે બંદર ધરાવે છે. તે પણ કુદરતી છે. અને વ્યુહાત્મક દૃષ્ટિ એ પણ આજની તારીખે મહત્વના સ્થાન પર છે. અને છતાં ખારવા સમાજ વિકાસની વાતોની રજુઆત કરે છે અને કોઠા સૂઝ થી જે રજુઆત કરે છે તેના ઉપર સરકાર માત્ર વાતો કરીને પરદો પાડી દે છે. 

 આ નીતિ વચ્ચે અસ્માવતી ઘાટ થી ધીમે ધીમે પોરબંદર શહેર અરબી સમુદ્ર નીચે આવતો જાઈ છે. અને રોડ ઉચો થતો જાય છે . અરબી સમુદ્ર ની સમીપ જીની પોર્ટ ઓફિસ અને જૂનું બંદર અને રોડ મૂકતા  બંગલાના ખૂણા થી રોડ શરૂ થાય અને આ વિસ્તાર વોરાવાડ, જીની દીવાદાંડી, અંદરના ભાગે ભોઈ વાળો વોરાવાડ સલાટવાડા સિપાઈ વાળો વિગેરે વસાહત આવેલી છે. અને ત્યાં થી અરબી સમુદ્ર ૨૯ ફુટ ઊંડાણ માં છે. અરબી સમુદ્રના કિનારા થી અંદર રેતીનુ પોલાણ છે. જેના કારણે આ રેહણાંક વિસ્તારોમાં રક્ષણ સમુદ્રના ઉછલતા મોજા નુ મળે તે માટે પોરબંદર ના દેશી રજવાડાંના સાસન કાળ દરમિયાન આ વિસ્તારના નાગરિકોને કરંટ ધરાવતા ઉછળતા સમુદ્ર મોજા થી નુકસાન  પહોંચે છે  અને સમુદ્રના પણીઓ  પાસે  મકાનોને નુકસાન પહોંચે નહી તેમજ નીચેનો પોલાણ ધરાવતો ભાગ છે. કિનારે અથડાતા સમુદ્રના ઉછળતા મોજા જમીન માં પોલાણ કરી રહેણાંક મકાનને નુકસાન કરે નહી અને પોલાણ  અટકાવવા માટે પોરબંદર રાજય એ બ્રેક વોટર દીવાલ સમુદ્ર ના સપાટી થી ૨૯ ફુટ કરતા પણ વધુ ઊંચાઈની બનાવવી રક્ષણ આપે છે. તેનો આ જીવંત પુરાવો આજે આ બ્રેક વોટરની જાણવણી માટે સરકારે અવાર-નવાર મોટી રકમની ગ્રાન્ટ આપી છે. પરંતુ   માત્ર કાગળ ઉપર છ  બ્રેક વોટર દીવાલ ની દસા જોવ ઠેર ઠેર ભંગાણ દેખાય છે. રેપરીંગ થતું નથી ગંદકીના થર જામેલા છે. મુંબઈ રાજય બાર માશી જેટ્ટી બાંધતી હતી ત્યારે ઉછળતા મોજાંના રક્ષણ આપતા ટી-ગાર્ડ નાખી સુભાષનગર જેટી બનાવેલ તેની  સાથે વોરવાડના દરિયાં કિનારે ટી ગાર્ડ નાખી અરબી સમુદ્રના ઉછળતા મોજાનો કરંટ કાપી આ વોરાવડને રક્ષણ અપાયું અને આજે આ જમીન માં પુન અરબી સમુદ્રમાં કરંટ ધરાવતા મોજા બ્રેક વોટર દીવાલ સાથે અથડાય પોલાણ કરી રહ્યા છે. અને મકોનામાં ભેજ પ્રસરે છે. અને મોજા ઉછળતા હોઈ અને મકાનના પાયાને પણ નુકસાન કરે છે. તેવો ભાસ આ વિસ્તારના નાગરિકોને થાય છે. અને સરકારને રજુઆત કરે છે. પણ સરકાર આ રજુઆતને ધ્યાન લેતી નથી. આ વિસ્તારના નાગરીકો રામભરોસે છે. આ બ્રેક વોટર દીવાલ મનોજ બંગલા થી ઇન્દ્રેશવર મહાદેવ મંદિર સુધીની બિસ્માર હાલત માં જોઈ શકાય છે. અને ગંદકી ના થર નજરે જોવા મળે છે.

(11:36 am IST)