Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

સુત્રાપાડા-વેરાવળ દોઢ, વાંસજાળીયા પોણો, ગીરગઢડા, તાલાલા, ઉના, મહુવા, લોધીકામાં અડધો ઇંચ

ગઇકાલ બપોરથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે વાતાવરણમાં પલ્ટોઃ સાર્વત્રિક વરસાદની રાહ જોતા લોકોઃ ગોંડલમાં મોસમનો કુલ ૧૭ ઇંચ વરસાદ પડી ગયો

પ્રથમ તસ્વીરમાં ગોંડલનું ઉમવાડા અંડરબ્રીજ, બીજી તસ્વીરમાં અમરેલીમાં વરસતો વરસાદ ત્રીજી તસ્વીરમાં ગોંડલમાં સવારે છવાયેલા વાદળા ચોથી તસ્વીરમાં ભાવનગરમાં વરસાદી પાણી, પાંચમી તસ્વીરમાં ભાવનગરમાં વિજળી પડતા પાણીની ટાંકી તૂટી ગઇ હતી તે નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, (ગોંડલ), અરવિંદ નિર્મળ (અમરેલી), મેઘના વિપુલ  હિરાણી-ભાવનગર) 

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ જામતો જાય છે અને કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ પડી જાય છે.

ગોંડલમાં કાલે બપોરે ૪ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ હતું.

આજે ગીર સોમનાથ જીલ્લામાં ઝાપટાથી દોઢ ઇંચ વરસાદ પડયો હતો.

જયારે જામનગરના જામજોધપુર તાલુકાનાં વાંસજાળીયામાં પોણો ઇંચ, ભાવનગરના મહુવા અને રાજકોટના લોધીકામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત ગારીયાધાર, ઘોઘા, તળાજા, ભાવનગર,  માંગરોળ, ખંભાળીયા, કોટડાસાંગાણી,  જેતપુર, જામકંડોરણા, પડધરી, રાજકોટ, કેશોદ, જુનાગઢ, ભેંસાણ, મેંદરડા, માણાવદર, વંથલીમાં ઝાપટાથી અડધો ઇંચ જેટલો વરસાદ પડયો છે.

ગોંડલ

ગોંડલ : શહેરમાં કાલે બપોર બાદ ગાજવીજ સાથે ચાર ઇંચ વરસાદ ખાબકયો છે અનરાધાર વરસાદને કારણે ગોંડલનો ઉમવાડા અંડરબ્રિજ  સ્વિમિંગ પુલમાં ફેરવાયું હતું.

ગોંડલમાં લાલપુર પાસે નગરપાલિકાની એક કચરાની ગાડી ફસાતા જેસીબીની મદદ લેવાઇ હતી.

ગોંડલમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલના ઉમવાળા બ્રિજ પાણીમાં ગરકાવ થતા લોકો ન્હાવા માટે ઉમટી પડયા હતાં.

અમરેલી

અમરેલી :  અમરેલીમાં આજે સવારથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે ધીમીધારેવરસાદ શરૂ થયો હતો. અને ૮ વાગ્યા સુધી ઝાપટા રૂપે વરસાદ પડયો હતો.

જેના કારણે વાતાવરણમાં  ઠંડક પ્રસરી ગઇ હતી. અને વધુ વરસાદ પડે તેવી  લોકોને આશા છે.

આ ઉપરાંત અમરેલીમાં ૮, જાફરાાબાદ ૭ અને લીલીયામાં પ મી. મી. વરસાદ પડયો હતો.

જામનગર

જામનગર : ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ પડયો છે. જેમાં જામજોધપુરના વાંસજાળીયામાં પોણો ઇંચ વરસાદ પડયો હતો.

જયારે જામવાડી, ધુનડા, પરડવા, ભણગોરમાં હળવા ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે.

શહેરનું આજનું હવામાન ૩૬ મહત્તમ ર૭.પ લઘુતમ ૮૭ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

ભાવનગર

ભાવનગર  :. ભાવનગર શહેર અને જીલ્લામાં આજે સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. સવારે છ થી આઠ દરમ્યાન મહુવામાં અર્ધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. જયારે ભાવનગર શહેર સહિત જીલ્લાનાં અન્ય તાલુકોઓમાં  છૂટો છવાયો  વરસાદ પડયો છે.

ગોહિલવાડ પંથકમાં આજે સવારથી વરસાદી માહોલ ઉભો થયો છે. શહેરમાં સવારે વરસાદ ઝાપટુ વરસી ગયુ હતું. મહુવામાં અર્ધો ઇંચ જેટલો વરસાદ પડયો છે.

આજે મંગળવારે સવારે ૬ થી ૮ બે કલાક  દરમ્યાન ગારીયાધારમાં ૩ મી. મી. ઘોઘામાં  ૯ મી. મી. જેસરમાં ૩ મી. મી. તળાજમાં ૩ મી. મી. અને મહુવામાં ૧૦ મી. મી. વરસાદ નોંધાયો છે.

જામકંડોરણા

જામકંડોરણા  : જામકંડોરણામાં અસહ્ય ઉકળાટ અને બફારા બાદ કાલે બપોરના અઢી વાગ્યે વરસાદ શરૂ થયો હતો ત્રણ વાગ્યા સુધીમાં અડધા કલાકમાં ૧૮ મી. મી. (પોણો ઇંચ) વરસાદ પડી ગયો હતો. આ વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી હતી અને મુરજાતી મોલાતોને જીવતદાન મળ્યું હતું આ વરસાદથી ખેડૂતો તેમજ લોકોમાં આનંદની લાગણી છવાઇ હતી.

વેરાવળ

વેરાવળઃ ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા અને વેરાવળમાં દોઢ ઇંચ જયારે તાલાલા, ગીરગઢડા, ઉનામાં અડધો ઇંચ અને કોડીનારમાં હળવા - ભારે ઝાપટા વરસ્યા હતાં

સવારથી મેઘાવી માહોલ સાથે વરસાદ વરસતા  સર્વત્ર પાણી...પાણી... થઇ ગયુ હતું. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

(11:35 am IST)
  • " હર ઘર જલ " : ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં પાણીની તંગી હવે ભૂતકાળ બની જશે : મુખ્યમંત્રી યોગીએ દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી મળી રહે તે માટે ' જલ જીવન યોજનાનો શુભારંભ કર્યો : 2185 કરોડ રૂપિયાના ખર્ચે પાઇપ લાઈન નાખવાની કામગીરી શરૂ કરાવી access_time 8:24 pm IST

  • ભારતમાં કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો :છેલ્લા 24 કલાકમાં 18,339 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,67,536 કેસ: 2,15,301 એક્ટિવ કેસ :કુલ 3,35,271 દર્દીઓ રિકવર થયા :વધુ 417 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 16,904 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 5257 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,69,883 થઇ: તામિલનાડુમાં નવા 3949 કેસ :દિલ્હીમાં વધુ 2084 કેસ નોંધાયા: કર્ણાટકમાં 1105 નવા કેસ : તેલંગાણામાં નવા 975 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 793 કેસ નોંધાયા access_time 1:08 am IST

  • બિહારમાં ફરી આકાશી આફત : વીજળી પડવાથી 11 લોકોના મોત:ગત સપ્તાહે જ 23 જિલ્લામાં 83 લોકોના થયા હતા મોત access_time 11:11 pm IST