Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

લોકડાઉનની રાહત અને અનલોક દરમ્યાન કચ્છમાં કોરોનાનો સપાટો : ૪૦ દિ'માં ૧૦૦ કેસ : શરૂઆતના ૮૦ દિવસમાં માત્ર ૫૫ કેસ, હજીયે કોરોના વકરશે એવી ચેતવણી વચ્ચે કચ્છના આર્મી અને બીએસએફ કેમ્પસમાં કોરોનાએ સર્જ્યો ફફડાટ ૨૮ જવાનો પોઝિટિવ

(ભુજ) કોરોના હવે કચ્છનો કેડો મુકતું નથી. અત્યારે સતત ૭ મે દિવસે પણ કોરોનાએ વધુ બે દર્દીઓ સાથે હાજરી પુરાવતાં કચ્છમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧૫૫ થઈ ગઈ છે.

 તેમાંયે ભુજનું આર્મી અને બીએસએફ કેમ્પસ જાણે કોરોનાનું હોટ સ્પોટ બન્યું હોય એમ વધુને વધુ જવાનો કોરોનાના ભરડામાં આવતા જાય છે. 

ગઈકાલે ભુજ આર્મીના વધુ બે જવાનોને કોરોના પોઝિટિવ ડિટેકટ થયો છે. ભુજ આર્મી કેમ્પસમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૪ થઈ છે. તો, બીએસએફના ભુજ અને અબડાસા કેમ્પસમાં પણ ૧૪ જેટલા જવાનોને કોરોના પોતાના ભરડામાં લઈ ચુક્યો છે. જોકે, લોકડાઉનમાં મળેલી રાહત અને અનલોક પછી કચ્છમાં કોરોનાએ રીતસર ઉપાડો લીધો છે. 

૧૫૫ માંથી ૧૦૦ કેસ તો છેલ્લા ૪૦ દિવસમાં નોંધાયા છે. અગાઉ ૮૦ દિવસમાં માત્ર ૫૫ કેસ નોંધાયા હતા. લોકોને મળેલી અવરજવરની છૂટ પછી કેસોમાં ઉછાળો આવ્યો છે. 

હજીયે આ જુલાઈ મહિનામાં કેસોની સંખ્યા ઘણી બધી વધી શકે છે. એવી ચેતવણી આરોગ્યના સૂત્રો આપી રહ્યા છે.

કચ્છ જિલ્લામાં અત્યાર સુધીનું કોરોનાનું આંકડાકીય અપડેટ કુલ દર્દીઓની સંખ્યા ૧૫૫, સાજા થયેલા ૯૯, અત્યારે હોસ્પિટલમાં દાખલ ૪૮ જ્યારે ૮ ના મોત થયા છે.

(8:57 am IST)