Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

જામનગરમાં ધોધમાર વરસાદ:સવા કલાકમાં દોઢ ઇંચ ખાબક્યો:કેટલાક વિસ્તારમાં ગોઠણડૂબ પાણી

વાલ્મિકીનગર તળાવમાં ફેરવાયું :રસ્તામાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી

જામનગર:શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો સવા કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. શહેરના પંચેશ્વરટાવર રોડ, બેડીગેઈટ વિસ્તારમાં ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયા હતા રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જોકે પાણી ભરાયા હોવા છતાં લોકો સિઝનના પ્રથમ વરસાદને માણવા માટે નીકળી પડ્યા હતા.

 બીજી તરફ શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા વાલ્મિકી નગરમાં લોકોના ફળીયામાં પાણી ભરાયા હતા.પાણીનો યોગ્ય નિકાલ થવાના કારણે વિસ્તાર તળાવમાં ફેરવાયેલું જોવા મળ્યું હતું. પાણી ભરાવાના કારણે વિસ્તારના લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

  જામનગર શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અને રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. બપોર સુધી વાતાવરણમાં આકરી ગરમી સહન કરી રહેલા લોકોને ઠંડકનો અનુભવ થયો હતો. નોંધનીય છે કે, ચોમાસાની સિઝનનો નોંધપાત્ર કહી શકાય તેવા વરસા

(9:39 pm IST)