Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

લોધીકાના જેતાકુબા પાસે અકસ્માતમાં ઘવાયેલા શૈલેષભાઇ રાઠોડે દમતોડયો

વીસ દિવસ પહેલા બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો'તો

રાજકોટ તા.૩૦: લોધીકાના જેતાકુબા ગામ પાસે વીસ દિવસ પહેલા અકસ્માતમાં ઘવાયેલા દલીત યુવાનનું અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.

મળતી વિગત મુજબ લોધીકાના જેતાકુબાગામમાં રહેતા જગદીશભાઇ સજાભાઇ રાઠોડ (ઉ.વ.૨૭) અને શૈલેષભાઇ કેશાભાઇ રાઠોડ ગત તા.૧૦/૬ના રોજ જીજે-૩ સીએ-૩૮ નંબરના બાઇક પર જતા હતા. ત્યારે જેતા કુબા ગામ પાસે બાઇક સ્લીપ થતા બંનેને ઇજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. ત્યા શૈલેષભાઇ રાઠોડને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. આ બનાવ અંગે લોધીકા પોલીસ મથકના પીએસ આઇ વી.બી ચૌહાણે તપાસ હાથ ધરી છે.(૨૮.૧)

(3:35 pm IST)