Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

બગોદરા હાઇવે ઉપર ત્રિપલ અકસ્માતમાં એકનું મોતઃ ટ્રાફીક જામ

વઢવાણ તા. ૩૦ :.. બગોદરા પાસેના સરી ગામના પાટીયા પાસે સારંગપુર હનુમાનજી મંદિરે  દર્શન કરી પરત ફરી રહેલા. આઇટેન કારના ચાલકે ડમ્પરને ઓવરટેક કરવા જતા કારની સામે આવતી એક ટાવેરા કાર સાથે ધડાકાભેર અથડાવાની ઘટના બનવા પામેલ છે. આવા જ સમયે રોડ ક્રોસ કરી રહેલા રાહદારી યુવક આ અકસ્માતની ઘટનામાં આવી જતા રમેશકુમાર અમરસિંગ રાજપૂત ઉ.૧૮ વાળાનું ઘટના સ્થળ ઉપર ગંભીર હાલતમાં મોત નિપજેલ છે.

જયારે આઇટેન કારમાં સ્વાર સુશિલાબેન પટેલને ઇજાઓ પહોંચતા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જયારે ટ્રાફીક જામ થયો છે. ત્યારે  પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને વાહનો ખસેડી ટ્રાફીક પુર્વવત કરાવવામાં આવ્યો છે.

(1:00 pm IST)