Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

પોરબંદર રોટરી કલબને શ્રેષ્ઠ સેવા કાર્યો માટે ૧૧ એવોર્ડ

પોરબંદર તા. ૩૦ :.. રોટરી કલબ ઓફ ગાંધી  સુદામા નગરીને શ્રેષ્ઠ સેવા કાર્ય બદલ અગીયાર એવોર્ડથી સનમાન થયું.

રોટરી કલબ ઓફ ગાંધી સુદામા નગરીની વર્ષ દરમ્યાન અનેક વિધી સેવા કાર્ય બદલ ભાવનગર ખાતે વર્ષ  ૧૭-૧૮ ની વર્ષાન્તે રંગોળી રીસોર્ટમાં રોટરી પરીવારની મોટી સંખ્યા વચ્ચે એવોર્ડ વિતરણ સમારંભ સત્કાર માં રોટરી કલબ ઓફ ગાંધી સુદામા નગરીના તમામ મેમ્બરના કાર્યની નોંધ લઇ એવોર્ડ રોટરી કોમ્યુનીકેશન ક્રોપસ, હાઇએન્ટ સર્વિસ પ્રોજેકટ કોન્ટ્રીબીશન, રન ફોર રોટરી, વોસ ઇન સ્કૂલસ પ્રોજેકટ, હાઇએસ્ટ વોલેન્ટ્રસ હોર્સ, લીટ્રસી પ્રોજેકટસ, એકક્ષલન્ટઇન આર.સી.સી. પરફોમર્સ, બ્લડ ડોનેશન, ટ્રી પ્લાનટેશન એન્ડ ઇનવાયરમેન્ટ પ્રોટેકશન પ્રોજેકટ મન્થલી સર્વિસ પ્રોજેકટસ, અને ગર્વનર સાયટેશન એનાયત થયેલ હતાં.

આ એવોર્ડ સમારંભ 'સત્કાર'માં પ્રેસીડેન્ટ કો. શૈલેષ પરમાર અને રો. પંકજ ટોડલમલ ઉપસ્થીત રહી ગવર્નર કો. રૂચીર જાની, પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નર રો. આશિષ રોય, ઇનકમીંગ ગવર્નર રો. પિન્કીબેન પટેલતથા રો. પ્રશાંત જાની વગેરેના હસ્તે એવોર્ડ મેળવ્યા હતાં.

(11:47 am IST)