Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

ગોંડલમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કુલનું સંતો-મહંતોના હસ્તે ઉદ્ઘાટન

ગોંડલ તા.૩૦: શહેરને શિક્ષણપ્રેમી મહારાજા ભગવતસિંહજીએ સેવેલ સ્વપ્નને પૂર્ણ કરવા તેમજ ગોંડલ શહેરના વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓની જરૂરીયાતને પૂર્ણ કરવા માટે ઇન્ટરનેશનલ કક્ષાની ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કુલ ગોંડલ શહેર માટે ખુલ્લી મુકવામાં આવી છે.

ગોંડલ-જેતપુર નેશનલ હાઇ-વે પર જામવાડી નજીક એક ઇન્ટરનેશનલ કક્ષાનું વિશાળ સંકુલ બનાવવામાં આવ્યું જે સંકુલ તમામ પ્રકારની અત્યાધુનિક ટેકનોલોજીકલ સુવિધાઓથી સજ્જ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ રૂમ વિદ્યાર્થીઓને ટેકનિકલ જ્ઞાન મેળવવા માટે ૩૪૦૦ ફુટની અત્યાધુનિક સુવિધા સભર કમ્પ્યુટર લેબ.રોબોટીકસ લેબ, મ્યુઝિકરૂમ, ડાન્સીંગરૂમ,મેડીકલ રૂમ,વિદ્યાર્થીઓમાં રહેલી  સુશુપ્ત શકિતઓ બહાર લાવવા માટે આર્ટ અને ક્રાફટ, સ્પોર્ટસ, લાઇબ્રેરી ૨૬૦નું સીટીંગ ધરાવતું વિશાળ ઓડીટોરીયમ, બાયોલોજી, કેમેસ્ટ્રી,ફિઝિકસ માટે સાયન્સ લેબ, વિદ્યાર્થીઓને વિવિધ ભાષાઓના જ્ઞાન મેળવવા માટે લેન્ગવેઝ લેબ, ઇનડોર ગેમઝોન, ઓઉટડોર ગેમઝોન, એમ્પીથીએટર, કિડ્સપ્લે એરિયા, સેન્ડપીટ, જીમ્નેશીયમ, સ્વિમિંગપુલ, ડાઇનિંગરૂમ,એકિટવિટીઝ એન લનિંગ રૂમ, ફુલ હવા ઉજાશ વાળા રૂમ ધરાવતી ભાઇઓ તથા બહેનો માટે અલગ-અલગ હોસ્ટેલ સુવિધા વગેરે અત્યાધુનિક સુવિધાથી સજ્જ વિશાળકાય સંકુલ નેશાસ્ત્રોકન વિધિ મુજબ એકાદશીના પાવનપર્વના દિવસે ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કુલમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના હસ્તે ગણેશપૂજન, સરસ્વતિ પૂજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક વિધિ પૂર્ણ બાદ સ્કુલનું શક્ષણિક કાર્ય શરૂ કરાયુ હતુ.

ભાગવત કથા ચાર્ય જીગ્રેશદાદા (રાધે-રાધે)અક્ષર મંદિર નિર્ભધ સ્વામી,ભગત સ્વામી,દાદા સ્વામી કષ્ટ ભજન હનુમાન મંદિરના શ્યામસુંદર સ્વામી,હરિસ્વામી,ઋુષિકેશ સ્વામી દેવળા મંદિરના મુનિબાપુ, નેસડીના લવજીબાપુ હાઇવે ગુરૂકુળના ડો.સ્વામી વાસુદેવ પ્રસાદદાસજી મામાદેવ મંદિરના મહંત ચંદુબાપુ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, રાજયના મહિલા અને બાળ વિકાસ ખાતાના પૂર્વ મંત્રી જશુબેન કોરાટ, પાલીકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, ઉપપ્રમુખ અપર્ણાબેન આચાર્ય, તાલુકા પંચાયતના પ્રમુખ શૈલેષભાઇ ઢોલરીયા, માર્કેટયાર્ડના ચેરમેન જંયતિભાઇ ઢોલ અનીલભાઇ માધડ, અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુક,વિઠ્ઠલભાઇ ધડુક રાજકોટ શહેર તેમજ તાલુકાની તમામ સ્કુલોના આચાર્ય તેમજ તમામ સ્કુલોના ટ્રસ્ટીઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ તજજ્ઞો,ડોકટરો અને વિદ્યાપ્રેમી વાલીઓ હાજર રહ્યા હતા.

જેમાં ૩૦૦૦ જેટલા વ્યકિતઓએ વિશાળ સંકુલની મુલાકાત લીધી હતી. તેમજ સ્ટેજ પ્રોગ્રામમાં ચાલતી વિવિધ ગેમ તથા એકિટવિટીને નિહાળી હતી. આ તકે ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કુલના તમામ વાલીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત તમામ વ્યકિતઓનો ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કુલના ચેરમેન સંદીપ છોટાળાએ આભાર વ્યકત કર્યો હતો.

(11:41 am IST)