Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

ભાવનગર જીલ્લામાં બાળકોને ઉઠાવતી ગેંગ માત્ર અફવા : જીલ્લા પોલીસ વડા

ભાવનગર, તા. ૩૦ : ભાવનગર શહેર-જીલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી બાળકોને ઉપાડી જતી ગેંગ આવી હોવાની સોશ્યલ મીડીયા દ્વાા અફવા ફેલાઇ છે જે અંગે ભાવનગર જીલ્લા પોલીસ વડાએ પ્રેસ મીડીયા મારફતે લોકોને ખોટી અફવા ન ફેલાવા અને ખોટા મેસેજથી ભરમાઇ ન જવા અપીલ કરવામાં આવી છે.

સોશ્યલ મીડિયામાં ખોટી અફવાથી ભાવનગરમાં નિર્દોષ ભક્ષુકો અને અસ્થીર મગજના લોકો ટોળાની ઝપટે પડયા હતાં અને ટોળાઓએ ઢોર માર મારી પોલીસ ને સોપ્યા હતા. પોલીસે તે તપાસ કરતા તે વાત તદન ખોટી સાબીત થઇ હતી. આથી જીલ્લા પોલીસ વડા માલએ પત્રકાર પરિષદ બોલાવી લોકોને આવી અફવા પર ધ્યાન ન આપવા અને જો કોઇ ખોટી રીતે અફવાઓ ફેલાવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

(11:41 am IST)