Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

ટંકારા લતીપર ચોકડી ખાતે શિવકૃપા હોટેલના છાપરા ઉડી જતા માલિક અમરશીભાઈ પટેલની પુત્રીને ઈજા

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મિની વાવાઝોડુ ફુકાયુ : અનેક વૃક્ષો , હોર્ડિંગ્સ , , પતરા, વિજપોલ વાયરો નમી પડ્યા

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા તા.૩૦

ગઈ કાલે સાંજે ટંકારા પંથકમાં ફુકાયેલ મિની વાવાઝોડામાં રાજકોટ મોરબી રોડ ઉપર, મિતાણા ચોકડી, લજાઈ ચોકડી, ટંકારા ચોકડી સહિતના વિસ્તારોમાં અનેક હોડીગ્સ ઉડયા હતા.

      ઓવરબ્રિજ પાસે આવેલ શિવ કૃપા હોટેલના પતરા ઉડયા હતા તેમજ દીવાલ પડી ગઈ હતી. જેમા હોટલ માલિક અમરશીભાઈ પટેલની પુત્રી રીંકુબેન પટેલને ઇજા થતાં રાજકોટ સારવાર અર્થે  ખસેડયા છે. તેઓને રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે રીન્કુબેનના ત્રણ મણકા તૂટી ગયા છે             તેમજ અનેક વૃક્ષો અને ઠેર-ઠેર વિજપોલ ધારાશાયી થયા હતા. તેથી અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. જેમા તાત્કાલિક ટિમે કામે લાગી વિજ પુરવઠો પુર્વવત કર્યો હતો.

(2:41 pm IST)