Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

ધોરાજી દારૂલ ઉલૂમ મિસ્‍કીનિયાહમાં ૧૯ આલિમ, ૧૨ હાફિઝ અને ૭૨ વિદ્યાર્થીને કારી ની પદવી અર્પણ

ધોરાજી,તા.૩૦: સુન્‍ની સંપ્રદાયની ઐતિહાસિક સંસ્‍થામા  ધાર્મિક શિક્ષણ ની સાથો સાથ સંસ્‍કાર નું પણ સિંચન કરવામાં આવે છે એવા દારુલ ઉલુમ મિશ્‍કીનિયાંહ ના શતાબ્‍દી મહોત્‍સવની  શાનદાર રીતે પૂર્ણાહુતિ થઈ હતી બે દિવસીયના આ મહોત્‍સવમાં સુન્ની સંપ્રદાયના નામાંકીત ધર્મગુરૂઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

  આ તકે સંસ્‍થાના પ્રિન્‍સીપલ મુફતી ગુલામ ગોસ અલ્‍વીએ જણાવેલ હતું કે દારૂલ ઉલૂમ મિશ્‍કીનિયાંહ માં માત્ર ધાર્મિક શિક્ષણ જ નહી પરંતુ અહીંયા બાળકોમાં ધાર્મિક શિક્ષણની સાથે સાથ બાળકોમાં સંસ્‍કારનું સિંચન પણ કરવામાં આવે છે અને ખાસ કરી અને સમાજ માં જે કુ રિવાજો છે એને પણ દૂર કરવા માટેની શીખ આપવામાં આવે છે અને જણાવેલ હતું કે સૌરાષ્‍ટ્ર નહી પરંતુ ગુજરાત ભર માં દારૂલ ઉલુમ મિશ્‍કીનિયાંહના એક સાથે ૧૦૪ બાળકોને એકી સાથે પદવી આપવામાં આવી જે ઇતિહાસ માં સર્વ પ્રથમવાર આ આયોજન થયું છે.

સતત ૮ વર્ષ સુધી મદ્રેસા માં રહી અને આલીમ બનવા માટેનું શિક્ષણ પ્રાપ્ત કરનાર કુલ ૧૯ યુવાનોને આલીમની  અને ચાર વર્ષ સુધી  હાફિઝ એ કુરાન બનવા માટે શિક્ષણ પ્રાપ્‍ત કરનાર ૧૨ વિદ્યાર્થીઓ ને હાફિઝ ની અને  ત્રણ વર્ષ સુધી કારી બનવા માટે શિક્ષણ પ્રાપ્‍ત કરનાર ૭૨ વિદ્યાર્થીઓને કારીની પદવી આપવામાં આવેલ હતી.

આ પ્રસંગે સૈયદ અમિનુંલ કાદરી એ જણાવેલ હતું કે મુસ્‍લિમ સમાજ માં શિક્ષણનું પ્રમાણ ખુબજ ઓછું છે મુસ્‍લિમો શિક્ષણ પ્રત્‍યે ખુબજ પછાત છે અને હાલના આ ટેકનિકલ યુગમાં મુસ્‍લિમો શિક્ષણની પાછળ નાણા ખર્ચ કરવાની જગ્‍યાએ શાદીના પ્રસંગમાં નાણાં ખર્ચ કરે છે.

આ તકે ઉપસ્‍થિત કારી રિઝવાન ખાન  પ્રોફેસરે જણાવેલ હતું કે  સમાજ માંથી ગરીબી દૂર કરવાનો એકજ ઉપાય છે અને એ ઉપાય શિક્ષણ છે શિક્ષણ થકી જ સમાજમાંથી ગરીબી દૂર કરી શકાશે. સૈયદ હાશમી મિયા મુફ્‌તી ગુલામ ગોસ અલ્‍વીની સેવાકીય પ્રવળતિઓ ને બિરદાવી હતી.

આ સમારોહમાં વ્‍યસન મુક્‍તિ અભિયાનના પ્રણેતા સૈયદ દાદા બાપુ કાદરી સાવરકુંડલા વાળા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન હાફિઝ ઉવેષ યારે અલ્‍વી અને મુફ્‌તી નવાઝ  યારે અલ્‍વી એ કરેલ હતું

ઉપરોકત શાનદાર જશ્‍નમા  સંસ્‍થાના  પ્રમુખ ઇમ્‍તિયાઝભાઇ પોઠીયાવાલા, ઉપપ્રમુખ અફરોઝભાઇ લકડકુટા, સેક્રેટરી બાશીતભાઇ પાનવાલા,જો.સેક્રેટરી રફીકભાઇ તુમ્‍બી, ટ્રસ્‍ટી હમીદભાઇ ગોડીલ, ઈકરામભાઈ ચીડીમાર મેમન, ઇદરીશભાઇ કુંડા, સીરાજભાઇ ધાયા, નોશાદભાઇ ગોડીલ સહીત ટ્રસ્‍ટીઓ એ આ પ્રસંગે ઉપસ્‍થિત દેશ વિદેશનાં મહેમાનો અને ધર્મગુરૂઓને આવકાર્યા હતા.

ંસૌરાષ્‍ટ્રભરમાંથી મુસ્‍લિમ ધર્મગુરુઓ અને મુસ્‍લિમ સમાજના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા

 

(1:00 pm IST)