Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

માળીયાના વેજલપર નજીક પલટી ગયેલી કારમાંથી દારૂ મળી આવતા ગુન્હો નોંધાયો

ઇનોવા કાર પલ્ટી જતા કારચાલકની મોત

માળીયાના વેજલપર નજીક ઈનોવા કાર પલટી મારી ગઈ હોય જે કારમાં દારૂ ભરેલ હોય જે બનાવ મામલે માળીયા પોલીસે અકસ્માત તેમજ પ્રોહીબીશનનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

માળીયાના વેજલપર જુના ઘાંટીલા નજીક ઈનોવા કાર નં જીજે ૧૮ એબી ૮૦૪૭ પલટી મારી જતા કારચાલક સુરેશકુમાર હનુમાનરામ શર્મા (ઉ.વ.૨૮) રહે હળવદ જીઆઈડીસી પાછળ વાળાનું મોત થયું હતું જે કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હોય જેથી માળીયા પોલીસે દારૂ અંગે પણ ગુન્હો નોંધ્યો હતો જેમાં માળીયા પોલીસના રાજેન્દ્રભાઈ પોપટભાઈ સોલંકીએ ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે કે આરોપી મરણ જનાર સુરેશકુમાર શર્મા ઇનોવા કારમાં ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૧૨૬ કીમત રૂ ૩૭,૮૦૦ ઈનોવા કાર કીમત રૂ 3 લાખમાં ભરી વેચાણ કરવાન ઈરાદે હેરાફેરી કરવા સમયે ઈનોવા કાર પલટી મારી જતા મોત થયું છે માળીયા પોલીસે અકસ્માત અને પ્રોહીબીશન એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(12:38 am IST)