Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કંડલામાં પોઝિટિવ કેસ,જહાજમાં આવેલા ક્રુ મેમ્બરને કોરોના પોઝિટિવ નીકળ્યો

(ભુજ) કંડલા પોર્ટ ઉપર લાંગરેલા જહાજમાં તબીબી તપાસ દરમ્યાન આજે ૩૩ વર્ષના એક ભારતીય ક્રુ મેંમ્બરને કોરોના પોઝિટિવ નીકળતા આદિપુર હરિઓમ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કંડલા પોર્ટ ઉપર આવેલા જહાજને ક્વોરેન્ટાઈન કરી ૧૪ દિવસ માટે તુણા બોયામાં રખાયું છે. સંપર્કમાં આવેલાઓને ગાંધીધામ હોટેલમાં અને અમુક ક્રુ મેમ્બરને જહાજમાં ક્વોરેન્ટાઈન રખાયા છે. આ જહાજ પનામા માં રજીસ્ટર થયું છે.

(5:37 pm IST)