Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

જામનગરમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ : કુલ કેસની સંખ્યા 53

સમરસ હોસ્ટેલમાં રખાયેલ બે વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ : બે દર્દીઓ સાજા થતા રજા અપાઈ

જામનગરમાં આજે કોરોના વાયરસ પોજીટીવના વધુ 2 કેસ નોંધાયા છે, સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવેલ બે વ્યક્તિઓના રીપોર્ટ કરવામાં આવતા બન્ને ના રીપોર્ટ પોજીટીવ આવતા બન્નેને સારવાર અર્થે જી જી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે,

  આજે બે દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા તેને રજા આપવામાં આવી છે, અત્યાર સુધીમાં જામનગરમાં કુલ 53 કેસો નોંધાયા છે, જેમાં થી 2 ના મોત થયા છે અને 42 લોકો સ્વસ્થ થયા છે, અને હાલ 9 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

(1:09 pm IST)