Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

બાબરામાં જુગાર રમતા ૮ શખ્સો રૂ.૨.૭૩ લાખના મુદામાલ સાથે ઝડપાયા

બાબરા, તા.૩૦: બાબરાના ચમારડી રોડ વિસ્તાર પર આવેલ અમરેલી એલ સી બી પોલિસ ને મલતી બાતમી ના આધારે ચમારડી રોડ પર આવેલ કીશોર ઉફઁ (કેસરી ) વશરામભાઇ રાછડીયા રે બાબરા કારેડીયા નગર વાળા ની માલીકી ની વાડીએ પૈસા લય જુગારધામ ચલાતા હોવાની બાતમી મલતા અમરેલી જીલ્લા એલ સી બી ઇન્ચાર્જ ઇન્સપેકટર, આર કે કરમટા સહીત ટીમ ના કીશન હાડગરડા સંજયભાઇ મકવાણા સહીત ટીમ દ્વારા જુગારધામ પર રેડ પાડવામા આવી હતી જેમા આઠ જુગારીઓ ને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા (૧)મુખ્ય આરોપી, કીશોર (ઉફે)કેસરી વશરામભાઇ રાછડીયા હાલ બાબરા કારેડીયા નગર મુળ ગામ ખંભાળા, (૨)હરેશ (ઉફે)લાલો ધનજીભાઇ સીધ્ધપુરા, રે ખાખરીયા તા બાબરા (૩)પ્રતાપ નનકુભાઇ વાળા, રે બાબરા, રામનગર (૪)બાબુ બેચરભાઇ કાવઠીયા, રે વલારડી તા બાબરા (૫)શંભુભાઇ પ્રેમજીભાઇ મકવાણા રે રામનગર બાબરા (૬)જતીન (ઉફે)જીત ગોરધનભાઇ ખોખરીયા,બાબરા અમરાપરા,(૭) પંકજ બાબુભાઇ કાવઠીયા,રે વલાયડી તા બાબરા. જુગાર રમતા રંગે હાથ ઝડપી સાથે ૧૪૪ કલમ નો ઉલેધન કરી ચાર કરતા વધુ ભેગા થાય મોંઢા ઉપર માસ્ક નો પહેરેલ નો પણ ગુનો દાખલ કરી જુગાર ના પડમા માથી રોકટ રકમ ૧૦૩૪૦૦,તેમજ મોબાઈલ નંગ ૮ કીંમત ૩૫૫૦૦,સહીત મોટરસાઈકલ નંગ ૫ કીંમત ૧૩૫૦૦૦ ને કુલઙ્ગ ૨,૭૩૯૦૦ રકમ સાથે કુલ મુદ્દામાલ ઝડપી પાડયો હતોઙ્ગ

ઉલ્લેખનીય છે કે બાબરા શહેર પોલીસ જુગારધામો અંગે છેલ્લા કેટલાક દિવસથી અંધારામાં રહે છે અને અમરેલી જીલ્લા એલ સી બી પોલિસ બાબરા પોલીસની કામગીરી કરી રહી છે છેલ્લા પંદર દિવસમા એલસીબી પોલિસને માહિતી મલતા બાબરાના વાડળીયા લાલકા શીરવાણીયા સહીત ગામે રેડ પાડી જુગારધામો ઝડપી પાડયા છે તમામ જુગારી સામે ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો હતો.(

(1:01 pm IST)