Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

આખરે વિસાવદર એકિસસ બેંકના કર્મચારી સામે રૂ.૬૮.૬૦ લાખના વિશ્વાસઘાતની ફરીયાદ

ખેડૂતોની પીડીસીની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધેલ

જુનાગઢ, તા. ૩૦ : આખરે વિસાવદર એકિસસ બેંકના કર્મચારી સામે રૂ.૬૮.૬૦ લાખના વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, વિસાવદર તાલુકાના ખેડૂતો માટે સહાયની રકમ મંજુર થયેલ.

પરંતુ વિસાવદર સ્થિત એકિસસ બેંકની શાખામાં એગ્રીલોન સાથે જોડાયેલ સવલતો આપવાની કામગીરી સંભાળતો કર્મચારી અમિત મથુરભાઇ ડોબરીયાએ ખેડૂતોને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી પીડીસીના ચેક લઇ ખેડૂતોની પીડીસીની રકમ પચાવી પાડી હતી.

વિસાવદર તાલુકાના લેરીયા ગામે રહેતો બેંક કર્મચારી અમિત ડોબરીયાએ કૌભાંડ આચરીને  કુલ રૂ. ૬૮.૬૦ લાખની રકમ પોતાના જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરી અને નાણા ઉપાડી લઇ બેન્કર તરીકેના હોદાનો દુરપયોગ કર્યો હોવાનું ખૂલ્યું હતું.

આ પ્રમાણે પાંચેક માસ દરમ્યાન આચરેલા નાણાકીય કૌભાંડ અંગે ગઇકાલે સાંજે અમિત ડોબરીયા સામે બ્રાંચ મેનેજર મનીષભાઇ અશ્વિનભાઇ ઓઝાએ ફરીયાદ કરતા વિસાવદરના પીઆઇ એન.આર. પટેલે તપાસ હાથ ધરી છે.

(12:55 pm IST)