Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

રાણાવાવના બરડા વિસ્તારમાં વરસાદનું ઝાપટું : ખેતરમાં પડેલ પાક બગડી જવાની ખેડૂતોને ચિંતા

સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને તોફાની મોઝા ઉછળવાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો

રાણાવાવ : છેલ્લા બે દિવસ થી હવામાન વિભાગ દ્રારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી હતી. સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને તોફાની મોઝા ઉછળવાની આગાહી વચ્ચે આજે વહેલી સવારે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બરડા વિસ્તારોમાં વરસાદનું હળવું ઝાપટું વરસી જતા ખેડૂતોની ચિંતા વધી ગયેલ છે. કારણકે હજુ કેટલાક ખેડૂતોનો પાક ખેતરમાં પડ્યો હોવાથી બગડી જવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

(12:34 pm IST)