Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કુહાકા પરિવાર તથા સંસ્થાઓના સહયોગથી

વેરાવળના ભીડીયા પંથકમાં ગરીબ પરિવારોને રાશનકીટ અપાઇ

પ્રભાસ પાટણ ,તા.૩૦:વેરાવળ પાટણ શહેરમાં હાલ જે લોકડાઉન ને અનુલક્ષીનેઙ્ગ જેઙ્ગ ગુજરાત રાજય મેરીટાઈમ બોર્ડનાં ડાયરેકટરઙ્ગ શ્રી કિશોરભાઈ કુહાડાની સૂચના ની અમલવારી કરતા વેરાવળ પાટણ સનાતન હિન્દૂ સેવા સમાજ ના પ્રમુખશ્રી તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રીઙ્ગ જીતુભાઇ કુહાડા દ્વારા સનાતન હિન્દૂ સેવા સમાજ ના તમામ સભ્યો ને સાથે રાખી દરેક હિન્દૂ સમાજોનાઙ્ગ પટેલશ્રી તેમજ પ્રમુખઓ પાસેથી જરૂરિયાતમંદ લોકોની યાદીઓ મંગાવી લોકડાઉનના શરૂઆત થી જ અત્યાર સુધી માં આ મહામારી માં જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓની રાશનની સામગ્રીઓની કીટનું દરેક સમાજમાં ક્રમ અનુસાર વિતરણ સતત થઈ રહ્યું છે.

સાથો સાથ તા.૨૮ના રોજ ભીડીયા વિસ્તારના ગઢિયા પ્લોટ તથા દરિયા કિનારે છેવટના કિનારે રહેતા જરૂરિયાત વાળા ઓ માં છેટઙ્ગ ઝુંપડામાં રહેતા બસ્સો થી પણ વધુ ગરીબ પરિવારોઙ્ગ તથા તેની આગળ ની બાજુ રહેતા બંજારા સમાજ શ્રી કિશોરભાઈઙ્ગ કુહાડા પાસે યાદી પહોંચતાઙ્ગ ખાસ સૂચના કરેલ તેથી તુરંત જ આજે જીતુભાઈ કુહાડા રાશનકીટો તૈયાર કરાવી ને આ વિસ્તારોમાં રૂબરૂ જઇ રાશનકીટ નું વિતરણ કરેલ.

આ સેવાકીય કાર્ય માં જીતુભાઈ કુહાડાની સાથે વિશ્વ હિન્દુ સેવા સમાજ ના અજીતસિંહ વશિષ્ટ તથા સનાતન હિન્દૂ સેવા સમાજના મહામંત્રી તેમજ વાળંદ સમાજના પ્રમુખ મહેશભાઈ વાજા તથા સભ્યઙ્ગ અમરશી ભાઈ ચોપરા તથા ડો.દિલીપભાઈ પરમાર તથા કુમારભાઈ વોરા તથા બારોટ સમાજના પ્રમુખ સુરેશભાઈ માવાણી તથા સોની સમાજના પૂર્વ પ્રમુખ લક્ષ્મીદાસ ભાઈ સાગર તથા પટેલ સમાજના અગ્રણી રસિકભાઈ પટેલ તથા દરબાર સમાજ નાંરમજુભા દરબાર તથા વિજયભાઈ તથા ધોબી સમાજનાઙ્ગ મહેન્દ્રભાઈ સોલંકી તથા કેતનભાઈ વાજા તથા બાવાજી સમાજ નાઆશીસ ગોસ્વામી તથા ખારવા સમાજ ના નારણભાઇ બાડીયા તથા બાબુ ભાઈ આગ્યા તથા વિમલ ભાઈ ફોફંડીઙ્ગ તથા પ્રકાશભાઈ માલમડી તથા જગદીશ ભાઈ કુહાડા તથા ભરત ભાઈ વગેરેઙ્ગ આ કાર્ય માં જોડાયેલા હતા.

(11:48 am IST)