Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

રાજકોટની પાદરે ત્રંબામાં મહાદેવ મંદિરે સિમેન્ટ રોડનું ખાતમુહૂર્ત

ખીરસરા તા. ૩૦ : રાજકોટ પાદરે આવેલ ત્રંબા ગામના મહાદેવ મંદિરે તાજેતરમાં ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના હસ્તે સિમેન્ટ રોડનું ભૂમિપૂજન કરવામાં આવેલ. રોડના નિર્માણ માટે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ પોતાની ગ્રાન્ટમાંથી રૂ. ૫ લાખ આપેલ હતા. મંદિર સુધી જવા માટે ગામનો રસ્તો ખખડધજ બની જવા પામેલ હોય ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ શેખલીયા, સરપંચ નિતીનભાઇ રૈયાણી, ઉપસરપંચ મનુભાઇ નશીત, મનુભાઇ બાવળીયા, મુળજીભાઇ ખૂંટ તથા ગ્રામજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધારાસભ્ય સાગઠીયા તથા તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ શેખલીયાએ ટુંક સમયમાં ચેકડેમો રીપેર કરવાની જાહેરાત કરી હતી.

(11:47 am IST)