Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

હાલની કોરોના મહામારીને પગલે

પાલીતાણા ખાતે ૫૦૦૦ થી વધુ લોકોના સમુહ ચાતુર્માસ યોજી શકાશે નહિ

તીર્થનગરી પાલીતાણામાં માર્ચથી જ દર્શન બંધ હોય વેપારીઓની સ્થિતી વિકટ બની

 પાલીતાણા,તા.૩૦: કોરોના વાયરસની મહામારીને લઇ વિશ્વ આખું હચમચી ગયું છે. ત્યારે છેલ્લે ૨૩ માર્ચથી સમુહના તમામ પ્રકારના ધાર્મિક, સામાજીક કાર્યક્રમો બંધ છે. હજુ કેટલો સમય બંધ રહેશે તે નક્કી કરવું હાલ ઉંચીત નથી ત્યારે જૈનોનું આસ્થાનું કેન્દ્ર અને શાશ્વત તીર્થ શત્રુંજય ગિરિરાજની યાત્રાથી યાત્રીકો ધન્યતા અનુભવતા હોય છે.

પ.પૂ. ગુરૂભગવતોની નિશ્રામાં પવિત્ર શત્રુંજય ગિરિરાજની છત્રછાયામાં વિવિધ અનુષ્ઠાનો યોજાતા હોય છે. જેમાં હાલ ૬ થી વધુ (ઉનાળુ) ગીષ્મકાલીન નવાણુ યાત્રા એપ્રીલ -મે માસ દરમ્યાન થતી હોય છે. જે ચાલુ વર્ષ બંધ રહી એપ્રિલ માસમાં અખાત્રીજના સમુહ પારણા પણ બંધ રહ્યાને આગામી ચાતુમાસે ૬ થી વધુ આચાર્ય ()ની નિશ્રામાં પાલીતાણાની વિવિધ ધર્મશાળામાં થવાના હતા તે ચાલુ વર્ષ શકય ન હોવાથી તે ચાતુમાસે બંધ રહ્યા છે. જે જુલાઇના પ્રથમ સપ્તાહથી પ્રારંભ થવાનો છે. જેમાં એક અનુમાન મુજબ આ વર્ષે ૫૦૦૦ થી વધુ આરાધકો ચાતુમાસની આરાધના કરાવાના હતા.

હાલની પરિસ્થિતિને લઇ સમુહ આયોજન શકય ન હોવાથી પાલિતાણામાં ચાતુમાર્સ સમુહ આરાધના થશે નહીં ચાલુ વર્ષ આસો માસ અધિક હોવાથી આરોધકો હજી આરાધના માટે ની એક આશા જાગૃત છે તે પર્વાધિરાજ પયુષણ જે છેલ્લા ચાર શ્રાવણ માસના દિવસ પ્રથમ ચાર દિવસ ભાદરવા માસના કુલ આઠ દિવસ ધર્મ આરાધના પાલીતાણામાં શકય બને તેવુ આરાધકો ઇચ્છી રહ્યા છે.

આમ, પવિત્ર શેત્રુંજય ગિરિરાજની યાત્રા અને પાલીતાણામાં ધર્મ આરાધના કયારે શકય બને છે તે જોવું રહ્યું .શેત્રુંજય ગિરિરાજની યાત્રા હાલના સંજોગોમાં બંધ હોવાથી દેશભરમાંથી જૈનો-જૈનતર દ્વારા પાલીતાણાની બજારમાં દર માસે કરોડો રૂટ ઠલવાતા હતા. તે ૨૩ માર્ચથી બંધ હોવાથી ધર્મશાળા નાના મોટા વેપારી, મંજુર વર્ગ આમ નાનાથી લઇ મોટા સુધીની આવક બંધ થતા આર્થિક નાણાકીય તંગી અનુભવી રહ્યા છે.

(11:47 am IST)