Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ઉપલેટાઃ એક લાખની લોનમાં દરેક સહકારી બેંકોમાં અલગ અલગ માપદંડથી લોકો પરેશાન

ઉપલેટા તા. ૩૦ :   કોરોના ગ્રસ્ત સ્થિતિમાં લોકડાઉન પીડીત લોકોને રાહત આપવા ગુજરાત સરકારે એક લાખની લોન આપવાની જાહેરાત કરી છે લોનનું વ્યાજ ૮% રહેશે તેમાં રાજય સરકાર ૬%ની સહાય આપણે આ લોન સરકારી બેંકો મારફત આપવામાં આવશે.

રાજય સરકારે જાહેરાત કરી પણ બેંકો લોન આપવા તૈયાર નથી એટલા માટે દરેક બેંકોએ લોન અંગે પોતાના માપદંડો બતાવ્યા છે.

અલગ અલગ માપદંડોથી આત્મનિર્ભર ગુજરાત યોજના નીચે લોકો એક લાખની લોન નહી મેળવી શકે તેનું કારણ ગુજરાત સરકારે કોઇ ચોક્કસ નિયમો આપ્યા નથી નાના વેપારીઓ કારીગરો શ્રમીકો લોન મેળવવા લાંબી લાઇનો લગાવી રહ્યા છે. તે ખુબ હેરાનની વાત કહેવાય તેઓ નિરાશા થાય છે.

સરકારી બેંક લોન ફોર્મ આપે છે કોઇ ફોર્મ આપવાની ના કહે છે સહકારી બેંકોએ લોન અંગે પોતાના અલગ અલગ માપદંડો બનાવ્યા છે આથી લોન મેળવવા માગતા લોકો પીડાઇ રહ્યા છે લોન મળશે કે નહી તેની ચિંતા અનુભવી રહ્યા છે ત્યારે રાજય સરકારે તમામ સહકારી બેંકોને સમાન નિયમો અને ગાઇડ આપવી જોઇએ અને લોન અંગે જરૂરી નાણાની વ્યવસથા કરી આપવી જોઇએ તોજ આત્મનિર્ભર ગુજરાત લોન લોકોને સરળતાથી મળી શકે તેવા પ્રમાણીકતા પૂર્વકના પ્રયત્નો રાજય સરકારે કરવા જોઇએ એવું નિવેદન સીપીએમના ઉપલેટા તાલુકા મંત્રી વિનુભાઇ ઘેરવાએ જણાવેલ છે અને આ માંગ અંગે ઉપલેટા મામલતદાર આવેદનપત્ર આપેલ છે. દિનેશભાઇ કંટારીયા, કાંતિભાઇ સોલંકી, દિલીપભાઇ વ્યાસ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.

(11:47 am IST)