Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

પ્રશાસને પરપ્રાંતિયોને કરાવી પોતીકાપણાની પ્રતિતી

સુરેન્દ્રનગર જિલ્લામાંથી ટ્રેન ખાનગી વાહન મારફત ૧૦ હજારથી વધુ પરપ્રાંતિય શ્રમિકો વતન પહોંચ્યા

સુરેન્દ્રનગર,તા.૩૦:કોરોના વાયરસ રૂપી વિકટ પરિસ્થિતિનું તાજેતરમાં નિર્માણ થતાં દેશના વિવિધ પ્રાંતમાંથી ગુજરાતમાં રોજગારી અર્થે આવીને અહિ જ વસેલા પરપ્રાંતિય શ્રમિકોને મહામારીના સમયમાં પોતાનું વતન સાંભર્યું. પરંતુ લોકડાઉનના કારણે વાહન વ્યવહાર સદંતર બંધ હોવાથી ગુજરાતના જિલ્લાઓમાંથી હજારો કિલોમીટર દુર આવેલા પોતાના વતન કેવી રીતે પહોંચવું ? આ વિકટ સમસ્યા તેમની સામે ઉભી હતી. તેવા સમયે સંવેદનશીલ સરકાર અને તેના પ્રશાસનના સંવેદનશીલ કર્મયોગીઓ તેમની વહારે આવ્યા. પરપ્રાંતિય શ્રમિક પરિવારોને હજારો કિલોમીટર દુર રહેલા તેમના વતન સુધી જવા માટે સ્પેશ્યલ ટ્રેન - બસની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી તેમને તેમના વતન સુધી પહોચાડયા.

જિલ્લામાંથી ૧૦ હજારથી વધુ પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવા માટે સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈ જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસનના કર્મયોગીઓએ કટીબધ્ધતા સાથે કાર્ય કર્યુ. જેના પરિણામે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રહેલા પરપ્રાંતિય શ્રમિક પરિવારો પોતાના વતન પહોંચી શકયા છે.

સુરેન્દ્રનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આરંભાયેલા આ યજ્ઞકાર્ય અન્વયે પરપ્રાંતિયોને તેમના વતન મોકલવા માટે પ્રથમ સ્પેશ્યલ ટ્રેન ઉત્ત્।રપ્રદેશના લખનૌ ખાતે મોકલવામાં આવી હતી. ત્યારથી આજ દિન સુધીમાં ૬,૭૪૪ શ્રમિકોને સ્પેશ્યલ ટ્રેન દ્વારા અને ૪,૦૬૨ શ્રમિકોને બસ – ખાનગી વાહન દ્વારા તેમના વતન મોકલવામાં આવ્યા છે.

કોરોનાના કહેર વચ્ચે પોતાના વતન જવા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને પહોંચેલા ઉત્ત્।રપ્રદેશના બીજનૌરના નિવાસી એવા કિશનભાઈએ પોતાના વતન પહોંચવાના વિચાર માત્રથી જ ગદગદીત બની રાજય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા જણાવ્યુ હતું કે, લોકડાઉનના કારણે છેલ્લા ૪૦ દિવસથી અમારો ધંધો બંધ હતો. આવા સમયમાં અમને અમારા વતન જવુ હતુ, પરંતુ લોકડાઉનની આવી સ્થિતિમાં અમે જઈ શકીએ તેમ નહોતા તેવા સમયમાં સરકારે અમારા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી છે. એટલું જ નહી પણ અમને અમારા વતન પહોંચવા માટે ભોજન – પાણીની કોઈ જ તકલીફ ના પડે તેનું પણ સરકારે ધ્યાન રાખી અમારા માટે ખાવા-પીવાની સુવિધા પણ કરી છે.

આવી જ લાગણી થાનગઢ પાસેના વગડીયા સ્થિત કંપનીમાં કામ કરતાં ઉત્ત્।ર પ્રદેશના ઓરઈના વતની ગુડીબેને વ્યકત કરતા જણાવ્યુ હતું કે, અમારા વતન જવા માટે સરકારે સુરેન્દ્રનગરથી ટ્રેનની વ્યવસ્થા કરી એટલું જ નહિ, પરંતુ અમને વગડીયાના અમારા દ્યર આંગણેથી સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન સુધી જવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા એસ. ટી. બસની વિશેષ સુવિધા આપીને લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાં સાચા અર્થમાં અમને મદદરૂપ બન્યા છે.

(11:39 am IST)