Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

માળીયામિંયાણા-હળવદમાં ખનીજ ભરેલા ચાર વાહનો પકડાયા : પ્રાંત-અધિકારી-મામલતદારનો દરોડો

તસ્વીરમાં પકડાયેલા ડમ્પર અને મામલતદારનો સ્ટાફ નજરે પડે છે. (તસ્વીર : રજાક બુખારી માળીયા મિંયાણા) (૯.૬)

મોરબી, તા. ૩૦ : મોરબી જીલ્લો ખનીજચોરી કરનાર તત્વો માટે સ્વર્ગ સમાન બની ગયો હોય તેમ ખનીજચોરીની અનેક ફરિયાદો ઉઠતી હોય  માળીયા મામલતદાર ટીમે માળીયા અને હળવદમાંથી ખનીજ ભરેલા ચાર વાહનો ઝડપી લઈને પોલીસને મુદામાલ સોપવામાં આવ્યો છે.

માળીયા મામલતદાર સી બી નીનામાની ટીમેં બાતમીને આધારે અલગ અલગ સ્થળેથી ખનીજ ભરેલી ચાર ટ્રકો ઝડપી લીધી હતી જેમાં માળીયાના દ્યાટીલા અને ખાખરેચી ગામેથી રેતી ભરેલી અને ખાલી ગાડી ઝડપી લીધી છે જેમાં ખાખરેચી પાસેથી ટ્રક નંબર જીજે ૧૦ ટીએકસ ૮૦૬૭ ના ચાલક પાસે રોયલ્ટી પાસની ખરાઈ કરતા લીઝ હોલ્ડરને આજી નદીના પટમાં માલવિયા ચંદ્રકાંત રણજીતભાઈ (બાલંભા) દર્શાવેલ છે લીઝ વેલીડ મુદત, તારીખની વિગતો લખવામાં આવેલ ના હોય જેથી લીઝ ચાલુ કે કેમ તેની ખરાઈ કરવી જરૂરી હોય અને અન્ય જગ્યાની જણાઈ આવતા ખાલી ટ્રક ડીટેઈન કરી માળીયા પોલીસમાં સોપવામાં આવેલ છે જયારે ટ્રક નંબર જીજે ૬ એટી ૨૪૭૮ જેમાં સાદી રેતીભારેલી હોય અને ડ્રાઈવર ભાગી હતો હતો જેનો દંડ વસુલવા માળીયા પોલીસ હવાલે મુદામાલ કરવામાં આવ્યો છે.

તેમજ હળવદના મિયાણી જવાના રસ્તે રેડમાં હળવદ પ્રાંત અધિકારીની સુચનાથી રેડ કરીને ગાડી નંબર જીજે ૧૦ ટીએકસ ૫૦૪૦ અને જીજે ૧૦ એવી ૮૧૦૨ તરફથી રોયલ્ટી પાસ, વજન કરાવ્યાના આધાર કે અન્ય કોઈ આધાર રજુ કરેલ ના હોય દંડ વસુલવા બંને વાહન હળવદ પોલીસને સોપવામાં આવ્યા છે.

(11:31 am IST)