Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

એનિમલ લવર્સ ગ્રુપનું સફળ રેસ્કયુ

ભાણવડ મામલતદારની વેગનારકારમાં સાપ ઘુસી જતા સતર્કતાથી કાઢયો

ખંભાળીયા તા.૩૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લાને ભાણવડ વિસ્તાર સાપ માટે જાણીતા છે. તેમાં ગઇકાલે ભાણવડ મામલતદારની કારમાં સાપ ઘુસી જતા દોડાદોડી થઇ ગઇ હતી.

ગઇકાલે મામલતદારશ્રી એઘેરા તેમની કારમાં ઓફીસે જવા નીકળતા કારના બોનેટમાં એન્જીનમાં ઘુસી ગયેલ સાપની પૂંછડી તેમના ડ્રાઇવર ભયભીત થઇ તે ગાડી રોકીને મામલતદારને જાણ કરી કાર છોડી દીધી હતી.

બાદમાં આ અંગે એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઇ રમેશભાઇ ભટ્ટને જાણ કરાતા તેઓ તુરત ત્યાં પહોંચી ગયા હતા.

કારનું એંજીન ચાલુ જતા અને તેને બહાર કાઢવાના પ્રયાસો થતા ગતરાય ગયેલો આ તાંળાપીડ સાપ જે બીન ઝેરી સમુદ્રનો અને ત્રણ ફુટ લાંબો હતો તે વારંવાર કારના એન્જીનના પાર્ટસમાં ઘુસી જતો હતો છેવટે દોઢ કલાકની જહેમતના અંતે એનિમલ લવર્સ ગ્રુપને સફળતા મળી હતી. તથા સાપને કારમાંથી સફળતા પૂર્વક કાઢીને તેને કરંડીયામાં બરડા ડુંગરમાં મોકલાયો હતો.

(11:26 am IST)