Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારે વાદળાઃ ભાવનગરમાં તોફાની પવનઃ તાલાલા (ગીર) અને ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે-સવારે છાંટા

ગરમીમાં સામાન્ય ઘટાડોઃ વાતાવરણમાં પલ્ટો આવતા ચોમાસાના આગમનના એંધાણ

તસ્વીરમાં ભાવનગર-સુરેન્દ્રનગરમાં છવાયેલા વાદળા તથા ભાવનગરમાં મંડપ પડી ગયેલ નજરે પડે છે.(તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર, ફઝલ ચૌહાણ-વઢવાણ)

રાજકોટ,તા.૩૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારના ૫ વાગ્યાથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને અચાનક વાદળછાયું વાતાવરણ છવાઇ જતા ચોમાસાના આગમના એંધાણ વર્તાઇ રહ્યા છે.

કાલે રાત્રીના ભાવનગરમાં તોફાની પવન તોફાની  પવન ફુંકાયો હતો જેનો કારણે ગરમીમાં સામાન્ય રાહતનો અનુભવ થઇ રહ્યો છે.

છેલ્લા થોડા દિવસોમાં રાજકોટ સહિત આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. મહતમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને ઘણા દિવસોથી પાર કરી ગયો છે.જેના  કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

દરરોજ સવારના સમયે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંકાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ -જેમ દિવસ થાય છે. તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે.

આકરા તાપથી બચવા માટે લોકો પંખા અને એ.સી.નો. ઉપયોગ કરે છે અને ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

ગઇ કાલે રાજ્યમાં સૌથી ઉચું તાપમાન અમદાવાદમાં ૪૨.૪ ડિગ્રી, સુરેન્દ્રનગર ૪૦.૨, ભાવનગર- કંડલા એરપોર્ટ ૪૧.૨, રાજકોટ ૪૦.૫, અમરેલી -૪૦.૦ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે.

તાલાલા (ગીર)

(દિપક તન્ના દ્વારા) તાલાલા (ગીર): ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ગીર અન ગ્રામ્ય વિસ્તારોમાં કાલે મોડી રાત્રીના અને આજે વહેલી સવારે વાદળછાંયા વાતાવરણ સાથે વરસાદી છાંટા વરસ્યા હતા.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગરઃ ભાવનગરમાં રેકર્ડબ્રેક ગરમી બાદ આજે શનિવારે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળીયુ વાતાવરણ રહ્યું હતું પલ્ટાયેેલ વાતાવરણથી લોકોમાં વરસાદ અંગે ચર્ચા જારી છે દરમ્યાન રાત્રે તોફાની પવન ફૂંકાયો હતો. સવારે પણ તે જ પવન ફૂંકાઇ રહ્યો છે.

ગોહિલવાડ પંથકમાં રાજ્યની સૌથી વધુ ગરમી સતત ત્રણ દિવસ નોંધાઇ હતી. દરમ્યાન આજે શનિવારની વાદળીયું વાતાવરણ રહેવા પામ્યું છે. રાત્રે તોફાની પવન ફંકાયો હતો. પલ્ટોપણે વાતાવરણની ગરમીથી ત્રસ્ત થયેલા ભાવનગર વાસીઓમાં રાહત અનુભવાઇ છે અને વાદળીયા વાતાવરણથી વરસાદ અંગે લોકોમાં ચર્ચા જાગી છે.

ભાવનગરમાં તોફાની પવન ફંૂકાતા શહેરના ગાયત્રીનગરમાં કન્ટેઇન્મેટ વિસ્તારમાં પોલીસ માટે નખાયેલા મંડળને નુકશાન થયું હતું.

વઢવાણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ઉનાળાની સીઝન દરમિયાન જિલ્લામાં ૪૨ ડિગ્રીથી ૪૫ ડિગ્રી સુધીનું તાપમાન રહેવા પામ્યું છે ત્યારે ગઇકાલે પણ સુરેન્દ્રનગર જિલ્લાનુ તાપમાન ૪૨.૫ ડિગ્રી નોંધાવા પામ્યું હતું ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણના પગલે જિલ્લામાં ઉકળાટ સાથે ગરમી અને બફારો લોકોએ અનુભવ્યો હતો.

ત્યારે ખાસ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગરમીથી અને ખાસ વાદળછાયા વાતાવરણના પગલે જિલ્લામાં તાપમાન ઘટયું છે ત્યારે બીજી તરફ બફારો અને ઊભરાટ સાથે વાદળછાયુ વાતાવરણ રહેતા વરસાદની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે સીઝન જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં વરસાદ ની એન્ટ્રી વહેલી થાય તેવું સ્પષ્ટ રીતે દર્શાવવા અને સ્પષ્ટ શક્યતાઓ પણ દર્શાવાય રહી છે..

આજે વાદળછાયા વાતાવરણના પગલે જિલ્લા ના ખેડૂતોના ખેતરોમાં પડેલ સુકી ઝાર ત્યાર થયેલ કપાસ અને ઉત્પાદિત વસ્તુઓ ખેતરોમાંથી ખેડૂતો દ્વારા ટ્રેકટર દ્વારા અથવા તો અન્ય વાહન દ્વારા પોતાના ઘર તરફ ઉત્પાદિત માલ લાવવામાં આવી રહ્યો છે ત્યારે જિલ્લામાં આજે વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યું છે.

(10:58 am IST)