Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

સુરેન્દ્રનગરની બજારોમાં સોશ્યલ ડીસ્ટન્સના નિયમને લોકો ઘોળીને પી જતા હોય તેવો નજારો

ખરીદી સમયે સહેજ પણ તકેદારી રખાતી નથી !! નાગરિકો - રેકડીવાળા બંને જવાબદાર

વઢવાણ તા. ૩૦ : સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસને લઈ અને શહેરમાં લોક ડાઉનલોડ અમલ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે વહેલી સવારે સુરેન્દ્રનગર શહેરની માર્કેટ ધમધમી રહી છે. જેમાં કોરોના વાયરસના જાહેરમાં ધજાગરા બોલાવતી પ્રજા કોરોના વાયરસનો ભય કે ડર રાખ્યા વગર વેપારીઓથી લઈ અને જનતા સુધી કોરોના વાયરસનો ડર કોઇને જણાતો નથી.

તંત્ર દ્વારા પણ આ કોરોના વાયરસની છૂટછાટ આપી અને તેનો અમલ કરાવવામાંઙ્ગસદંતરપણે નિષ્ફળ જોવા મળી રહી છે શહેરમાં સવારના આઠ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધીની સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી હોવા છતાં પણ શહેરના વેપારીઓ બપોરના બે વાગ્યે પોતાના ધંધા-રોજગાર સંકેલી અને ચાલ્યા જતા હોય છે. બપોર બાદ રોડ રસ્તા સૂમસામ બની જાય છે અને જાણે કે જનતા કર્ફયુનો અમલ સુરેન્દ્રનગરમાં જાણે સજળ તાપણે અમલ થતો હોવાનું આ તસવીરો જોતા લોકોને લાગે પરંતુ સવારના આઠ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધી કોઈ પ્રકારનો અમલ કોરોનાવાયરસ થતો નથી ત્યારે વળી નવાઈની વાત તો એ છે કે સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી સજ્જડ પડે જનતા કરફયુનો અમલ કરવાનો જાહેરનામું અને સરકાર દ્વારા અમલ કરાવવા માટેની મોટી જાહેરાતો કરવામાં આવી છે ત્યારે સાંજના સાત વાગતાંની સાથે જ સુરેન્દ્રનગર શહેરમાં સાંજના ૭ સવારના સાત વાગ્યા સુધી કર્યો રાખવામાં આવ્યો છે પરંતુ તેનો પણ અમલ જરાપણ વર્તાતો નથી. બીજી તસવીર બપોરના બે વાગ્યા ની જોવા મળી રહી છે આ તસવીર જોતાં સોશ્યલ ડીસ્ટન્સનો અમલ કેટલો થઈ રહ્યો છે તે જોવા મળી રહ્યો છે.

(9:44 am IST)