Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

પાટડીમાં દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગરઃ નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા, ધ્રાંગધ્રા ડિવીઝનની સૂચના હેઠળ ડિવીઝન સ્કવોડના એ.એસ.આઈ. આર.ડી. ભરવાડ તથા બી.આર. પરમાર તથા પો. હેડ કોન્સ. ચેતનભાઈ ગોસાઈનાઓએ મળેલ બાતમી આધારે પાટડી દશામાપરા વિસ્તારમાં રેઈડ કરતા નાસી જનાર રાકેશભાઈ ઉર્ફે રાકલો દશરથભાઈ ઠાકોરના મકાન પાસેથી દારૂની નાની મોટી બોટલો નંગ ૧૯૨ કિં. રૂ. ૨૮૮૦૦ તથા દેશી દારૂ લીટર દારૂ લી. ૧૦ જેની કિં. રૂ. ૨૦૦નો મુદ્દામાલ મળી કુલ કિં. રૂ. ૨૯૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને આ અંગેનો ગુન્હો પાટડી પો.સ્ટે.માં દાખલ કરાવેલ છે.

(3:49 pm IST)