Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

મોરબીમાં બે સ્થળે જૂગારના દરોડા ૧૧ પતા પ્રેમીઓ ઝપટે ચડી ગયા

તસ્વીરમાં ભડીયાદ પાસે જૂગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે(તસ્વીરઃ પ્રવિણ વ્યાસ મોરબી)

મોરબી, તા.૩૦: મોરબી પંથકમાં  જુગારની મોસમ વચ્ચે  બી ડીવીઝન પોલીસ અને તાલુકા પોલીસે બે સ્થળેથી જુગાર રમતા ૧૧ પત્ત્।ાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

મોરબી એસપી ડો. કરનરાજ વાદ્યેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એન જે રાણા તેની ટીમના મહિપતસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, અમિતભાઈ વાસદડીયા, ભરતદાન દેથા તથા કિર્તીસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભડિયાદ નજીક રામાપીરના ઢોરાં પાસે જાહેરમાં જુગાર રમતા માનસિંગ હરિભાઈ મુછ્ડીયા, દેવજીભાઈ બાબુભાઈ કડીવાર, ધીરુભાઈ પ્રભુભાઈ ધામેચા, મહેશભાઈ અરજણભાઈ સોયગામા, રમેશભાઈ મોહનભાઈ ઇન્દરીયા અને ધીરૂભાઈ મોહનભાઈ ઇન્દરિયા રહે તમામ રામાપીરના ઢોરે ભડિયાદ વાળાને ઝડપી લઈને રોકડ રકમ ૧૨,૦૬૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

તેમજ સીટી બી ડીવીઝન પોલીસની ટીમે ઇન્દીરાનગરના વોકળા પાસે દરોડો કરીને જુગાર રમતા અબ્બાસ કરીમ ભટ્ટી, હાસમ બાદશાહ શેખ, વિનુબેન દિનેશભાઈ વરાણીયા, ખતીમબેન અબ્બાસ ભટ્ટી અને રેખા રાજુભાઈ કોળી એમ પાંચને ઝડપી લઈને ૧૨,૬૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે.

(3:49 pm IST)