Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ઉના ભીમપરાના ગંભીર ઇજાગ્રસ્ત કોળી યુવાનને વહેલી તકે ન્યાય આપવા માંગણી

ઉના, તા. ૩૦ : ભીમપરામાં રહેતા કોળી યુવાન એક વરસ પહેલા દીવના ગેસ્ટ હાઉસમાં પડી જતા ગંભીર ઇજા થયેલ તે અંગે ન્યાય આપવા દીવ જીલ્લા પોલીસ વડાને લેખીતમાં ન્યાય આપવા માંગણી કરી છે અને કોઇ દાદ મળી નથી. જો ન્યાય નહીં મળે તો અજુગુત પગલુ ભરવા ચિમકી અપાઇ છે.

ભીમપરા વિસ્તારમાં રહેતો રોહીતભાઇ પ્રવિણભાઇ રાઠોડ દીવમાં એક ગેસ્ટ હાઉસમાં નોકરી કરતો હતો ત્યારે કોઇપણ કારણસર ગત ૬-૮-ર૦૧૮ના રોજ રાત્રીના સમયે ગેસ્ટ હાઉસની બીજા માળેથી પડી જતા રોડ ઉપર પડી ગયેલ અને કમરના ભાગે તથા શરીરમાં ગંભીર ઇજા થતાં પ્રથમ દીવ હોસ્પિટલ અને ત્યારબાદ ઉનાની હોસ્પિટલમાં સારવાર કરાવેલ ત્યાર બાદ રાજકોટ સારવાર કરવેલ હતી જે તે સમયે દીવ પોલીસમાં લેખીતમાં અરજી કરી હતી. જેને ૧૦ મહીના થવા છતાં કોઇ પગલ લેવાયા નથી. હજુ પણ પલંગ ઉપરથી ઉભો થઇ શકતો નથી. સારવારમાં તેના પરિવારની મૂડી પણ ખર્ચાઇ ગઇ છે. આર્થિક રીતે બરબાદ થઇ ગયા છે તેથી તેમને કરેલી લેખીત અરજીની તપાસ કરવા દીવ જીલ્લા પોલીસ વડાને લેખિત તેમને ન્યાય મળે તે માટે જીલ્લા પોલીસ વડા તથા તટસ્થ અધિકારી દ્વારા તેમની અરજીની તપાસ કરી ન્યાય અપાવે તેવી માંગણી કરી છે. જો તેમને ન્યાય નહીં મળે તો તેમની હાલત વધુ ખરાબ થશે અને આ યુવાન કોઇ આડુ પગલુ ભરે તો જવાબદાર દીવ પોલીસ તથા ગેસ્ટ હાઉસના સંચાલક રહેશે તેવી ચીમકી આપી.

(11:51 am IST)