Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

જૂનાગઢના ૩ છાત્રોને સ્‍ટેટ લેવલે કરાટેમાં મેડલ

 જૂનાગઢ : વાડો કાઇ કરાટે ડો એકેડેમી ગુજરાત દ્વારા માઉન્‍ટ આબુ રાજસ્‍થાન મુકામે સ્‍ટેટ લેવલ કાટા ટુર્નામેન્‍ટ અને ટ્રેનીંગનું આયોજન કરવામાં આવેલ. આર્ષ ગુરૂકુળ મહાવિદ્યાલયમાં યોજાયેલ આ ટુર્નામેન્‍ટમાં જૂનાગઢ ટીમના ત્રણ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાંથી હરદેવ ટાંક અને શ્‍યામ ધડુકને ગોલ્‍ડ તેમજ વંશ લાખાણીને સિલ્‍વર મેડલ મળતા ૧૦૦% રીઝલ્‍ટ પ્રાપ્ત કરેલ છે. અતિથી વિશેષ પૂર્વ મંત્રી શ્રી રજવાડી, પ્રતાપસિંહ વિદ્યાલયના આચાર્ય યુવરાજસિંહ વાઘેલા અને શીહાન અરવિંદ રાણાએ ખેલાડીઓ તેમજ કોચ હિરેન ખુંટીને અભિનંદન આપ્‍યા હતા. મેડલ વિજેતા વિદ્યાર્થીઓની કોચ સાથેની તસ્‍વીર. (તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(3:35 pm IST)