Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

અમે મોરબી બંધનું એલાન આપ્‍યુ નથીઃ ખોટા મેસેજ વાયરલ :હિન્‍દૂ યુવા સંગઠન દ્વારા તપાસ કરવા માંગ

હિંદુ યુવા સંગઠનના નામે ફેસબુક અને વોટ્‍સએપમાં ખોટા મેસેજ વાયરલ કરી તા. ૧ જુને બંધનું એલાન આપ્‍યાની અફવાᅠ

મોરબી, તા.૩૦: મોરબી ;સોશ્‍યલ મીડિયામાં હિન્‍દૂ યુવા સંગઠન દ્વારા તા. ૧ જુનના રોજ બંધનું એલાન આપ્‍યાના ખોટા મેસેજ વાયરલ થતા આજે સંસ્‍થા દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

હિન્‍દૂ યુવા સંગઠન દ્વારા આજે મામલતદારને આવેદન પાઠવ્‍યું છે જેમાં જણાવ્‍યું છે કે હિંદુ યુવા સંગઠનના નામે ફેસબુક અને વોટ્‍સએપમાં ખોટા મેસેજ વાયરલ કરી તા. ૧ જુનના રોજ બંધનું એલાન આપવામાં આવ્‍યું હોવાની અફવા ફેલાવવામાં આવતા આ મામલે મોરબી સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી આવું કોઈ એલાન હિન્‍દૂ યુવા સંગઠન દ્વારા અપાયું ન હોવાનું સ્‍પષ્ટ કર્યુ હતું. અને હિન્‍દૂ યુવા સંગઠન મોરબી દ્વારા સોશ્‍યલ મીડિયામાં આવી અફવા ફેલાવનારને શોધી કાઢવા અને કડક પગલાં ભરવા માંગ ઉઠાવવામાં આવી હતી.

(3:34 pm IST)
  • રાજકોટમાં ગરમીમાં આંશિક ઘટાડો પણ બફારો વધ્‍યો : ૪૦.૪ ડિગ્રી : ભેજનું પ્રમાણ ૩૩ ટકા, ૨૪ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:34 pm IST

  • નેપાળના પ્રધાનમંત્રીનું મંત્રીઓને ફરમાન :છ મહિનામાં લેપટોપ શીખો નહીંતર બરખાસ્ત કરાશે : પીએમ કેપી ઓલીએ પોતાની સરકારના મંત્રીઓને આદેશ કર્યો કે દરેકે ફરજીયાત લેપટોપ શીખવું પડશે access_time 1:37 am IST

  • બેલ્જીયમમાં શંકાસ્પદ આતંકવાદી હુમલામાં બે પોલીસકર્મી સહીત ત્રણના મોત :બંદૂકધારીએ એક વ્યક્તિની હત્યા પહેલા બે પોલીસકર્મીને ગોળી મારી દીધી :સ્કૂલમાં તેને એક વ્યક્તિને બંધક પણ બનાવી ;પોલીસે હુમલાખોરને ઠાર કર્યો :આ ઘટના પૂર્વી ઔદ્યોગિક શહેર લીઝમાં બની હતી access_time 1:17 am IST