Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ચોટીલા-બામણબોરમાં કબજે કરાયેલ સવા-બે કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

  સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકની સુચના અનુસાર લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ચોટીલા એસ.ડી.એમ. વી.ઝેડ. ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ તા.૨૯/૦૫/૨૦૧૮ ના રોજ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સને મે ૨૦૧૬ થી મે ૨૦૧૮ દરમિયાન પ્રોહિબીશન એકટના વિદેશી દારૂના ૨૮ જેટલા ગુન્હાઓમાં પકડાયેલ જુદી જુદી બ્રાંડના વિદેશી દારૂ કુલ બોટલ નંગ ૩૦,૪૨૫ કુલ કિંમત રૂ. ૭૬,૮૯,૧૦૦/- મુદ્દામાલનો કોર્ટના હુકમ આધારે તેમજ બામણબોર પોલીસ સ્ટેશન ખાતે સને જાન્યુ. ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૮ દરમિયાન પ્રોહિબીશન એકટના વિદેશી દારૂના ૨૪ જેટલા ગુન્હાઓમાં પકડાયેલ જુદી જુદી બ્રાંડના વિદેશી દારૂ કુલ બોટલ નંગ ૪૯,૬૨૬ કુલ કિંમત રૂ. ૧,૪૦,૬૩,૨૭૦/- મુદ્દામાલનો કોર્ટના હુકમ આધારે ચોટીલાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ એસ.ડી.એમ. વી. ઝેડ. ચૌહાણ, નશાબંધી અધિકારી એચ.એસ.નાઈ, લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.પી. ડી.પરમાર, પીએસઆઇ આઇ.કે.શેખ, બામણબોર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.આર.બંસલ, ચોટીલા/બામણબોર પોલીસ સ્ટાફની હાજરીમાં નાશ કરવામાં આવ્યો. આમ, બામણબોર અને ચોટીલા પોલીસ સ્ટેશન ના કુલ ૫૨ વિદેશી દારૂના ગુંહાઓમાં કબજે કરવામાં આવેલ વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૮૦,૦૫૧ કુલ કિંમત રૂ. ૨,૧૭,૫૨,૩૭૦/- ના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.(૨૨.૮)

 

(12:59 pm IST)