Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

જામનગર પરશુરામ સેના આરતી ગ્રુપ દ્વારા સ્વબચાવ કેમ્પ

જામનગર : પરશુરામ સેના આરતી ગ્રુપ દ્વારા હિન્દુ યુવાનોમાં હિંમત વધારવા શારીરીક તેમજ સ્વબચાવ, આત્મરક્ષણ માટેનો જામનગરના તળાવની પાળે પાબારી હોલ ખાતે નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો. જેમાં ૪૦ થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. ટ્રેઇનર તરીકે ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ અને થર્ડ ડાન બ્લેક બેલ્ટ પ્રતિક ભટ્ટે સેવા આપી હતી. જેમાં આજના યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની સાથે શારીરીક તેમજ માનસિક હિંમતની જરૂર છે અને વર્તમાન સમયમાં આત્મરક્ષણ - સ્વબચાવ ખૂબ જ જરૂરી હોય તે માટે સાત દિવસીય કેમ્પમાં પંચ, બ્લોક, કીક, છરીના જાનલેવા હુમલાથી કેમ બચવુ, વાળ કેમ છોડાવવા, કાઠલો કેમ છોડાવવો તેમજ જીવનમાં મગજ એ સૌથી અગત્યનો ભાગ છે જે હુમલા દરમિયાન તેમજ એકસીડન્ટ કે બાઇક પરથી પડતી વખતે માથાને ઇજા ન પહોચે તેવી અનેક ટેકનીકો આ કેમ્પ દરમિયાન શિખડાવીને પુર્ણાહુતી દરમિયાન નિદર્શન કરાવ્યુ હતુ અને નળીયા, ઇટ, ટાઇલ્સ, ટયુબલાઇટના ધોકા સહિતના બ્રેકીંગ દ્વારા તેમજ થર્ડ ડાન બ્લેક બેલ્ટ માસ્ટરે ડબલ સવારીમાં બાઇકને પોતાના પેટપર ચલાવીને બધાને સ્તબ્ધ કરી દીધા હતા. પુર્ણાહુતીમાં અર્જુનભાઇ પંડયા, પ્રિન્સીપાલ મનીષઇ જોષી, એડવોકેટ અનિલ મહેતા, ગૌરક્ષા કમાન્ડોના ગુજરાત વિભાગના પ્રમુખ આશુતોષભાઇ પાઠક, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના પ્રમુખ પ્રફુલભાઇ વાસુ, શહેર પ્રમુખ આશીષ જોષી, નયન વ્યાસ તેમજ મહિલા પાંખના ભાવનાબેન દવે, નિશાબેન અસ્વાર સહિત ખાસ ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો હતો. આ સ્વબચાવ કેમ્પમાં પરશુરામ સેના આરતી ગ્રુપના યુવાનો દ્વારા પુરસ્કારો સાથેનું આયોજન કરેલ અને બ્રેકીંગ માટેની વસ્તુઓની વ્યવસ્થા મહાનામ વઘેરા, જયરાજ ચૌહાણ, ચિંતન રાવલ સહિતના હિન્દુ યુવાનોએ કરી હતી. (તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)(૪૫.૫)

(12:58 pm IST)
  • દિગ્વિજયસિંહ કેજરીવાલના માર્ગે, માનહાનિ કેસમાં નીતિન ગડકરીની માંગી માફી : નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવાયા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ગડકરી નેતાથી વધુ ઉદ્યોગપતિ છે. access_time 5:38 am IST

  • આજથી સરકારી બેંકના આશરે 10 લાખ બેન્ક કર્મચારીઓ હડતાળ પર જશે : બે દિવસ માટે સરકારી બેન્કિંગ સેવાઓ ઠપ્પ થઈ જશે : બેંક સંઘે 5મી મે ના રોજ બેઠકમાં બેંક કર્મચારીઓ માટે બે ટકાના પગાર વૃદ્ધિની ભલામણને ફગાવી દેતાં આ હડતાલ પર જવાનો બેંક કર્મીઓના યુનિયને નિર્ણય કર્યો છે access_time 5:38 am IST

  • રાજકોટમાં ગરમીમાં આંશિક ઘટાડો પણ બફારો વધ્‍યો : ૪૦.૪ ડિગ્રી : ભેજનું પ્રમાણ ૩૩ ટકા, ૨૪ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:34 pm IST