Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

જુનાગઢ જિલ્લાનાં ૨૫૩૨ દિવ્યાંગોને ૧૭૮.૭૮ લાખનાં ખર્ચે ૪૦૩૪ સાધનોનું થશેકાલે વિતરણ

જુનાગઢ, તા.૩૦:   સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકારની એડીપ યોજના હેઠળ દિવ્યાંગ વ્યકિતઓ માટે મફત સાધન વિતરણ કાર્યક્રમનું આયોજન શ્રી સરદાર પટેલ સભાગૃહ કૃષિ યુનિ. કેમ્પસ મોતીબાગ જૂનાગઢ ખાતે તા. ૩૧મી મેનાં રોન સવારે ૯-૦૦ કલાકે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ માટે જૂનાગઢ જિલ્લાનાં અલગ-અલગ પ્રાંત મથકે એસેસ્મેન્ટ કેમ્પ કરી ૨૫૩૨ દિવ્યાંગ લાભાર્થીની પસંદગી કરવામાં આવી હતી. જે લાભાર્થીઓને ૧૭૮.૭૮ લાખનાં ખર્ચે ૪૦૩૪ સાધનોની સહાય વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારનાં સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય નવી દિલ્હી દ્વારા દિવ્યાંગજન સશકિતકરણ વિભાગ હેઠળ મિનિરત્ન સાર્વજિક ક્ષેત્રનાં ઉપક્રમે છે. એલીમ્કો કાનપુર દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢનાં સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કલેકટરશ્રી ડો. સૈારભ પારદ્યીના માર્ગદર્શન તળે થયુ છે.

 દિવ્યાંગ વ્યકિતઓનાં રજીસ્ટ્રેશનના કાર્યની વિગત જોઇએ તો વર્ષ ૨૦૧૭ના જુન માસમાં એલીમ્કો દ્વારા તા. ૨૭ મી મે-૧૭નાં રોજ મેડીકલ કોલેજ જૂનાગઢ ખાતે, ૩૦મી મે-૧૭નાં રોજ કેશોદ ખાતે, ૩૧ મી મે-૨૦૧૭નાં રોજ વંથલી ખાતે, તા. ૧ લી જૂન ૨૦૧૭નાં રોજ મેંદરડા ખાતે અને ૨જી જૂન ૨૦૧૭નાં રોજ વિસાવદર ખાતે દિવયાંગતા એસેસ્મેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. આ એસેસ્મેન્ટ કેમ્પમાં દિવ્યાંગ લાભાર્થીઓની પસંદગી કરવામાં આવેલ હતી તે દિવ્યાંગ વ્યકિતઓને એલીમ્કો દ્વારા નિર્માણ કરેલ સાધનોનું વિતરણ કરવામાં આવનાર છે. આ સાધનોમાં ખાસ કરીને ટ્રાઇસીકલ, વ્હીલચેર, બગલદ્યોડી, શ્રવણયંત્ર, અંધવ્યકિતઓ માટે સ્માર્ટ ફોન, અંધ વ્યકિતઓ માટે સ્માર્ટ કેન, મંદબુધ્ધી વ્યકિતઓ માટે MSIED કીટ વગેરે જેવા સાધનોનો સમાવેશ કરાયો છે. કાર્યક્રમમાં જે સાધનો વિતરણ કરવાના છે તેની વિગત જોઇએ તો ૫૨૭ ટ્રાઈસીકલ, ૧૮ મલ્ટી યુટીલીટી ટ્રાઇસીકલ, ૩૮૯ વ્હીલ ચેર, ૩૩ સી.પ.ચેર, ૮૫૮ બગલ દ્યોડી, ૨૯૩ લાકડી (એલ્યુમિનીયમ સ્ટીક), ૭૪ બ્રેઇલ કેન, ૨૮ બ્રેઇલ કીટ, ૩૯૨ શ્રવણ યંત્ર, ૫૯ રોલેટર, ૨૪૫ સ્માર્ટ કેન, ૬૨ સ્માર્ટ ફોન, ૧૩ એડીએલ કીટ, ૫૯ ફોલ્ડીંગ વોર્કર, ૧૩ ડેજી પ્લેયર, ૪૩૩ મંદ બુધ્ધી બાળકો માટેની કીટ, ૫૩૮ કેલીપર્સ આમ કુલ ૪૦૩૪ સાધનોનું ૩૧મી મેનાં રોજ દિવ્યાંજનોને થશે વિતરણ, આ દિવસે કેન્દ્ર સરકારનાં સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી થાવરચંદ ગેહલોત મુખ્ય અતિથી તરીકે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જૂનાગઢનાં સાંસદશ્રી રાજેશ ચુડાસમા અને નગરનાં પ્રતિષ્ઠીત અગ્રણીઓ પણ કાર્યક્રમમાં હાજરી આપશે.

એલીમ્કો સ;સ્થાનાં વી.કે.ગુપ્તાએ જણાવ્યુ હતુ કે દિવયાંગજનોને આધુનિક સાધનો અને કૃત્રિમ શરીરનાં અવયવો ઉપલબ્ધ કરાવવાનાં હેતુ માટે એલીમ્કો કંપની દ્વારા વિશ્વની ખ્યાતનામ કંપનીઓ સાથે સંકલન કરવામાં આવેલ આધુનીક કૃત્રિમ હાથ અને પગનાં નિર્માણ માટે જર્મનીની ઓટોબેંક કંપની સાથે ભારત સરકારે કરેલ કરાર મુજબ સાધનો બનાવવાની શરૂઆત થઇ ચુકી છે. રાજેશ દુબેએ જણાવ્યુ હતુ કે અસ્થીવિષયક ખામીવાળા દિવ્યાંગ વ્યકિતઓ માટે એલીમ્કો કંપની દ્વારા આધુનિક ઉપકરણો જેવા કે બેટરી સંચાલીત મોટર બાઇક, આધુનિક વ્હીલચેર, અંધ વ્યકિતઓ માટે સ્માર્ટ ફોન, સ્માર્ટ કેન, ડીજી પ્લેયર ટેબ્લેટ જેવા સાધનો શ્રવણમંદ વ્યકિતઓ માટે આધુનીક કાનનાં મશીન અને રકતપીતનાં વ્યકિત માટે રોજીંદા જીવન જરૂરીયાતમાં આવી શકે તેવા એડીએલ કીટ, મોબાઇલ ફોન આપવામાં આવશે. જુનાગઢ જિલ્લાનાં તમામ પ્રકારની ડીસેબીલીટી ધરાવતા એસેસમેન્ટ કેમ્પમાં અગાઉથી નોંધાયેલ દિવ્યાંગ લાભાર્થીઓ પૈકી કોઇ દિવ્યાંગ લાભાર્થી લાભથી વંચીત ના રહે તે માટે દિવ્યાંગ લાભાર્થીઓ તેનાં વાલી સાથે કાર્યક્રમમાં અચુક હાજરી આપે તેમ સમાજ સુરક્ષા અધિકારીએ જણાવ્યુ છે.(૨૨.૧૦)

(12:57 pm IST)